તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Audio Of Minister Rupala's Telephone Conversation Goes Viral 'Leadership In Gujarat Has Completely Failed, Only IAS Officers Are Ruling'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:મંત્રી રૂપાલાનો ટેલિફોનિક સંવાદનો ઓડિયો વાયરલ- ‘ગુજરાતમાં નેતૃત્વ તદ્દન ફેલ, IAS અધિકારીઓનું જ રાજ ચાલી રહ્યું છે’

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ફાઇલ તસવીર.
 • સરકારની કામગીરી પર ભાજપના નેતાથી માંડી કાર્યકરો અસંતુષ્ટ

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનો એક ટેલિફોનિક સંવાદ રવિવારે સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો, જેમાં રૂપાલા અમરેલીના સ્થાનિક કાર્યકરને કહી રહ્યા છે કે, ગુજરાતમાં હાલ આઇએએસ અધિકારીઓનું રાજ ચાલે છે અને તે તમામ બુદ્ધિથી વિચાર્યા વગરનું કામ કરે છે. 
તમે કલેક્ટરને કહો કે, અમરેલીમાં ચેપ ફેલાશે તો તમે જવાબદાર રહેશો: રૂપાલા
અમરેલીમાં હાલ કોરોનાનો એકપણ કેસ નથી ત્યારે અન્ય જિલ્લાઓમાંથી લોકોને અમરેલીમાં લાવવામાં આવી રહ્યા હોવાથી એક વ્યક્તિએ આ ઘટના રોકવા રૂપાલાને ફોન કર્યો હતો. રૂપાલાએ એ વ્યક્તિને કહ્યું કે, તમે કલેક્ટરને કહો કે, અમરેલીમાં ચેપ ફેલાશે તો તમે જવાબદાર રહેશો. આ અંગે રૂપાલાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાયો હતો પણ સંપર્ક ન થઈ શક્યો. 
સમગ્ર નેતાગીરી કોરોનાને ડામવામાં નિષ્ફળ
વેજલપુરના કાર્યકર્તા શ્રીધર રાય દવેનો એક વીડિયો વહેતો થયો હતો, જેમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, આનંદીબેન અને સંજય જોષીને સંબોધીને કહ્યું કે, રાજ્યમાં સ્થિતિ ખુબ દુખદ છે અને સમગ્ર નેતાગીરી કોરોનાને ડામવામાં નિષ્ફળ છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો