તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ACBમાં ફરિયાદ:અમદાવાદના વટવા GIDC પોલીસ સ્ટેશનમાં વહીવટદારો અને PSIનું હપ્તારાજ, મહિલા PSI અને બુટલેગરની ઓડિયો ક્લિપ વાઇરલ

અમદાવાદ5 મહિનો પહેલા
મહિલા  PSI સામે બુટલેગરે હપ્તા માંગ્યાના આરોપ લગાવ્યા - Divya Bhaskar
મહિલા PSI સામે બુટલેગરે હપ્તા માંગ્યાના આરોપ લગાવ્યા
  • મણિનગરના મહિલા PSI ગોસ્વામીએ ગાડીના હપ્તા ભરવા GIDCના મહિલા બુટલેગર પાસે પૈસા માંગ્યા
  • વટવા અને વટવા GIDCના વહીવટદાર રાજભા અને મહેન્દ્રસિંહ ડરાવી ધમકાવી પૈસા લઈ જાય છે

શહેરમાં દારૂ અને જુગાર પ્રવૃત્તિઓ બેફામ ચલાવવા માટેના પોલીસ હપ્તા લે છે જેના અનેક કિસ્સા સામે આવે છે. અમદાવાદમાં બુટલેગરો અને પોલીસની મિલીભગત હોવાનો એક ઓડિયો વાઇરલ થયો હતો. વટવા GIDC પોલીસ સ્ટેશનની તત્કાલિન PSI અને હાલમાં મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા PSI એસ.એસ. ગોસ્વામી અને વટવા GIDC વિસ્તારમાં અગાઉ દેશી દારૂનો ધંધો કરતી મીનાક્ષીનો ઓડિયો સામે આવ્યો છે.

જેમાં પૈસાની ઉઘરાણી મહિલા PSI કરતા હોવાનું આક્ષેપ કરાયો છે. મહિલાએ ACBમાં કરેલી ફરિયાદમાં વટવા અને વટવા GIDC પોલીસ સ્ટેશનના વહીવટદાર રાજભા નામના પોલીસકર્મી પણ હપ્તા લઈ જાય છે. રાજભા અને મહેન્દ્રસિંહ નામના પોલીસકર્મી સામે ACBમાં અરજી કરી ચુક્યા છે.

વટવા GIDC પોલીસ સ્ટેશનમાં અધિકારી પોલીસકર્મીઓ અને વહીવટદારના મોટા હપ્તાઓ ચાલતા હોવાનો આક્ષેપ સાથેની ઓડિયો કલીપ વાઇરલ થઈ છે. વિનોબાભાવેનગરમાં રહેતી મીનાક્ષીબેન રાઠોડે ACBમાં અરજી કરી છે કે હાલમાં મણિનગર પોલીસ સ્ટેશનમાં PSI અને પહેલા વટવા GIDC પોલીસ સ્ટેશનના PSI તરીકે ફરજ બજાવનારા એસ.એસ ગોસ્વામી છેલ્લા ચાર મહિનાથી હેરાન કરી રહ્યા છે. ગોસ્વામી નવી ગાડી લાવ્યા છે જેના હપ્તા ભરવા માટે પૈસાની માગ કરે છે અને જો સમયસર હપ્તા નહિ આપે તો તેઓ દારૂના ગુનામાં ફિટ કરાવી દેશે.

ACBમાં મહિલા PSI સામે બુટલેગરે ફરિયાદ કરી છે
ACBમાં મહિલા PSI સામે બુટલેગરે ફરિયાદ કરી છે

મહિલા PSI ગોસ્વામી 5000 રૂપિયા આપવા છતાં વધુ પૈસાની માગ કરે છે. પૈસા ન આપે તો તેના મળતીયા અને હાલમાં વટવા અને વટવા GIDC પોલીસ સ્ટેશનમાં વહીવટદાર રાજભા અને મહેન્દ્રસિંહને મોકલી ડરાવી પૈસા લઈ જાય છે. આ બંને પોલીસકર્મીઓ સામે ACBમાં અરજી કરવામાં આવી છે. છતાં પણ તેઓ આવીને હેરાન કરે છે. ઉપરાંત કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બિહારીદાન ગઢવી નામના પોલીસકર્મીને પણ ગાડીના હપ્તા ભરવા પૈસા લેવા મોકલે છે. આ તમામ સામે ACB દ્વારા કાર્યાવહી કરવા અરજી કરી છે.

ACBમાં મહિલા PSI સામે બુટલેગરે ફરિયાદ ધમકી આપી પૈસા લેવાતા હોવાનો આરોપ લગાવ્યો છે
ACBમાં મહિલા PSI સામે બુટલેગરે ફરિયાદ ધમકી આપી પૈસા લેવાતા હોવાનો આરોપ લગાવ્યો છે

મીનાક્ષીએ વટવા GIDC પોલીસ સ્ટેશનના PI ડી. આર.ગોહિલ સામે પણ આક્ષેપ કર્યા છે કે મહિલા PSIને હાથો બનાવી અને ઝઘડો થાય એમ કરતાં હતાં. જમીનની એક મેટર હતી જે બિલ્ડર સામે તેઓ જીતી ગયા હતા. બિલ્ડર ગોહિલ સાહેબ પાસે ગયા હતા અને તેઓએ ત્યાં મળ્યા બાદ 467, 468 મુજબ નોટિસ કાઢી હતી. જેમાં સેશન્સ કોર્ટમાંથી જામીન લીધાં હતાં. બિલ્ડરોએ સાહેબને કહ્યું હતું કે ગમે તે કરો કેસ કરો અને આમને જેલમાં પૂરો જેથી અમને ઘરે આવી માર માર્યો હતો. જેલમાં પૂર્યા હતા. મહિલા PSIને દર મહિને રૂ. 15000 હપ્તો આપતી હતી. જેનું મારી પાસે રેકોર્ડિંગ પણ છે.

અન્ય સમાચારો પણ છે...