કલોલમાં આવેલા ગાર્ડન સિટી સોસાયટીમાં ONGCની પાઈપલાઈનમાં થયેલા બ્લાસ્ટ અંગે થયેલી જાહેર હિતની અરજીને લઈને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (Auda)એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. આ સોગંદનામા ઔડાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, વિવાદિત જગ્યામાંથી ONGCની પાઈપલાઈન પસાર નહીં થતા હોવાનું ONGC સર્ટિફાઇડ કર્યું છે.
જમીનને બિન ખેતી લાયક બનાવવા જરૂરી મંજૂરી અપાઈ
અમદાવાદ શહેર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં પોતાનો જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, ખેતીલાયક જમીનને બિન ખેતી લાયક જમીનમાં બદલવા માટે જરૂરી મંજૂરીઓ આપવામાં આવી હતી. જેમાં ક્યાંય ગેરરીતી કે બેદરકારી થઈ નથી. આ સાથે વિવાદીત જગ્યામાંથી ONGCની પાઈપલાઈન પસાર નહિ થતી હોવાનું પણ સર્ટિફાઇડ કર્યું હોવાનો દાવો કર્યો હતો. ગાંધીનગર ડીડીઓએ જમીન એન.એ કરતી વખતે ONGCની પાઈપલાઈન જતી હોય ત્યાં બાંધકામ નહીં કરવા અને જગ્યા છોડવાની શરતે મંજૂરી આપી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે આ જગ્યા માટે પરમિશન મેળવવા માટે કોઈ જ અરજી પણ નહીં મળી હોવાની વાત સોગંધનામામાં ઉમેરવામાં આવી છે.
બંગ્લોમાં બ્લાસ્ટ થતા 2નાં મોત થયા હતા
ડિસેમ્બર 2020માં કલોલના ગાર્ડન સિટી બંગ્લોના રહેણાંક વિસ્તારમાં અચાનક બ્લાસ્ટ થતા બે લોકોના મૃત્યુ થયા હતા. બ્લાસ્ટ થવા પાછળનું મૂળ કારણ એવું કાઢવામાં આવ્યું હતું કે, J-2 ઘરની નીચે બ્લાસ્ટ થયો છે, ત્યાં જૂની પાઈપલાઈન આવેલી હોવાના કારણે બંગલો જમીનદોસ્ત થયા છે, આ રહેણાંક વિસ્તાર ONGCની પાસે આવેલું છે, ત્યારે અહી પ્રશ્નએ વાતનો થાય છે કે, જે જગ્યાએથી ONGCની પાઈપલાઈનમાં પસાર થઈ રહી હોય, તે સ્થળ પર રહેણાંક વિસ્તાર ડેવલોપ કરવા માટે કઈ રીતે આપવામાં આવી? જોકે આ સામે રજૂ કરાયેલા સોગંદનામામાં ઔડાએ ઉલ્લેખ કર્યો છે કે, પસાર થતી પાઇપ લાઇનના સ્થળ પર બાંધકામ માટેની મંજૂરીની અરજી તેમની કચેરીએ આવી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.