તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Auda Will Supply Drinking Water To 45 Villages, Including Shela And Singarwa, Within A Three kilometer Radius Of The Ring Road In Ahmedabad.

નિર્ણય:અમદાવાદમાં રીંગ રોડની ત્રણ કિલોમીટરની ત્રિજયામાં આવતા શેલા, સિંગરવા સહિત 45 ગામોમાં ઔડા દ્વારા પીવાનું પાણી પૂરું પડાશે

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પીવાનું શુધ્ધ પાણી પુરું પાડવા માટે ટેન્ડરની કામગીરી ચાલુ કરવા અંગે નિર્ણય લેવાયો

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ મીટીંગ અધ્યક્ષ મુકેશકમારની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં સરદાર પટેલ રીંગ રોડથી ત્રણ કિ.મી.ની ત્રિજયામાં આવતાં આશરે 45 જેટલાં ગામોમાં તેમજ સિંગરવા અને શેલા ગામમાં પીવાનું શુધ્ધ પાણી પુરું પાડવા માટે ટેન્ડરની કામગીરી ચાલુ કરવા અંગે નિર્ણય લેવાયો હતો.

ઔડાની 284મી બોર્ડ મીટીંગ મળી
ઔડાની 284મી બોર્ડ મીટીંગમાં અનેક નિર્ણય તેમજ ચર્ચાઓ કરાઈ હતી. જેમાં સીંગરવા ગામના SFR અને SEWSH ફાઇનલ પ્લોટને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચરના હેતુમાં તેમ જ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચરના હેતુ માટે હેતુફેર કરવા અર્થે નગર રચના અધિકારી દ્વારા પાઠવવામાં આવેલી હેતુફેરની દરખાસ્ત અન્વયે સત્તામંડળનો જરૂરી પરામર્શ મેળવવા બાબતનો નિર્ણય સર્વાનુમતે કરવામાં આવ્યો હતો.

યોજનાનો અમલ કરવાનું પણ નક્કી કરાયું
સનાથલ- નવાપુરા, કુંજાડ-કણભા, દહેગામ તથા ઘુમાના નગર રચના અધિકારીઓ દ્રારા રજૂ થયેલા કામચલાઉ પુન રચનાની દરખાસ્તમાં સમુચિત સત્તામંડળને માળખાગત સુવિધા અર્થે વિવિધ જાહેર હેતુ માટેના ફાઈનલ પ્લોટ તથા રસ્તાઓના માળખા અન્વયેની કામચલાઉ પુન રચનાની દરખાસ્તને પરામર્શ આપવા બાબત સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે. સાણંદના વાસણા ઇયાવાની ઇન્ડસ્ટ્રીયલ ઝોન- જનરલમાં સમાવિષ્ટ થતી જમીનોના ફાઇનલ પ્લોટોને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ મુજબ સૂચિત સુધારા કરી જરૂરી કાર્યવાહી કરી, યોજનાને પ્રસિધ્ધ કરવા અન્વયેની કાર્યવાહી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

કઠવાડાની નોલેજ એન્ડ ઇન્સ્ટીટયૂશન ઝોનમાં સમાવેશ થતી જમીનને, એણાસણ-મુઠીયા-બિલાસીયાની એગ્રીકલ્ચર ઝોન, ગામતળ એક્ષ્ટેન્શન ઝોન, ઓવર-લે રીસેડેન્સીયલ એર્ફોડેબલ હાઉસીંગ ઝોનમાં સમાવિષ્ટ થતી જમીનોમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ હેઠળ સરકારમાં મંજુરી અર્થે પુન મોકલવાનો પણ સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે.