તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:ઔડાએ ગ્રીન ઝોનમાં બાંધકામ કરનાર માલિકોને નોટિસ આપી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંતેજ, મહેમદપુરા, ગેરતનગર, ચેખલાનો સમાવેશ

શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)એ ગ્રીન ઝોનમાં બાંધકામ કરનાર માલિકોને નોટિસ આપી છતાં હજુ કાર્યવાહીના નામે મીડું છે. ઔડાએ સાંતેજ, ગલુદણ, મહેમદપુરા, ગોતા, ચેખલા સહિતના વિસ્તારોમાં સાતથી વધુ નોટિસ ફટકારવામાં આવી છે.

ઔડાના અધિકારીઓએ કહ્યું કે, ગ્રીન ઝોનમાં બાંધકામ કરવા બદલ અપાયેલી નોટિસનો જવાબ પછી યોગ્ય નહીં લાગે તો ફરી નોટિસ આપી મંજૂરી વગર બાંધકામ કરનાર માલિકોનો ખુલાસો મગાશે. આમાં પણ જવાબ યોગ્ય નહીં લાગે તો રૂબરૂ સુનાવણી હાથ ધરાશે. નોટિસ અને સુનાવણીની પ્રક્રિયા પૂરી થયા પછી બાંધકામ દૂર કરવાનો નિર્ણય લેવાશે. બીજીતરફ સ્થાનિકોએ કહ્યું કે, ઔડાએ પગલાં ન ભરતાં ગ્રીનઝોનમાં બાંધકામો વધી રહ્યા છે. જો નિયત સમયમાં પગલાં નહીં ભરાય તો ગ્રીન ઝોન માત્ર કાગળ પર જ રહેશે.

સરકારે રાજ્યના વિવિધ વિસ્તારમાં ગ્રીનઝોનમાં બાંધકામ નહીં કરવા કડક નિયમો બનાવ્યા છે. પરંતુ આ નિયમોનું કોઇ પાલન થતું નથી. ઔડા માત્ર નોટિસ આપીને બેસી જાય છે, પણ કોઇ પગલાં ભરતું નથી.

અન્ય સમાચારો પણ છે...