તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ડેવલપર્સે રસ ન દાખવતા બોપલમાં ઔડાના 250 કરોડની કિંમતના 5 પ્લોટની હરાજી મોકૂફ રખાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઔડાએ ઈઓક્શન રદ કરવા પાછળ વહીવટી કારણ આગળ ધરતા ડેવલપર્સ નારાજ

શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના બોપલમાં આવેલા 6 પ્લોટોના ઇઓક્શનમાં ડેવલપર્સે રસ નહીં દાખવતા હરાજી પડતી મુકાઈ છે. ડેવલપર્સને હરાજી પડતી મુકવાનું ઔડાનું કારણ ગળે ઉતરતું નથી. ઔડાએ 19 માર્ચથી 17 જૂન સુધી ડેવલપર્સ તરફથી બિડ મગાવ્યા હતા. ઔડાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે કહ્યું, વહીવટી કારણોસર ઇઓક્શનની પ્રક્રિયા પડતી મૂકી છે. પાંચ પ્લોટની હરાજીથી ઔડાને 250 કરોડની આવકનો અંદાજ હતો.

ઔડાએ 2019માં કરેલા ઇ-ઓક્શનમાં છમાંથી બોપલ, વેજલપુર, અને થલતેજના પ્લોટનું વેચાણ થયું ન હતું. આ પછી હાલમાં હાથ ધરાયેલા ઇ-ઓક્શનમાં માત્ર બોપલના 9000 ચો.મી.ના પ્લોટનો સમાવેશ કરાયો છે. અધિકારીઓએ હરાજીમાં તમામ પ્લોટના વેચાણની આશા હતી. પ્લોટની કિંમત નક્કી કરતા પહેલા રાજ્યસ્તરની કમિટી પ્લોટની કિંમત નક્કી કરવા છેલ્લા દોઢ વર્ષમાં થયેલા જમીનના દસ્તાવેજોનો આધાર લેતી હોય છે. દોઢ વર્ષમાં બોપલમાં જમીનના મોટા દસ્તાવેજો થયા છે. પરંતુ ઔડાના પ્લોટમાં કોઇ રસ દાખવતું નથી.

આ અંગે ઔડાના વહીવટી વિભાગના ડેપ્યુટી કલેકટર સહિત એડિશનલ કલેકટર અને એસ્ટેટ ઓફિસરનો ચાર્જ ધરાવનાર આરતી ઠક્કરનો ટેલિફોનિક સંપર્ક કરાયો હતો પણ વાત થઇ શકી ન હતી. ઔડાના સીઇઓ એ.બી.ગોરે કહ્યું કે, પ્લોટની હરાજી વહીવટી કારણોસર રદ કરાઇ છે. ટેન્ડર ફી અને ઇ.એમ.ડી.ની રકમ સંબંધિતોને પરત કરાશે. સૂત્રો કહે છેકે, ડેવલપર્સે રસ દાખવી બિડ પણ મોકલી હતી. પરંતુ અંતિમ સમયે હરાજી રદ થતાં ડેવલપર્સમાં ભારે નારાજગી છે. એમ મનાય છે કે મ્યુનિ.એ હરાજી રોકવા રજૂઆત કરી હશે જેને કારણે બોપલના પાંચ પ્લોટનું ઈઓક્શન રોકવાની સૂચના અપાઈ હશે. ઔડાના અધિકારી કંઈ કહેવા તૈયાર નથી.

આ 5 પ્લોટની હરાજી રદ કરાઈ

પ્લોટએરિયાચો.મીટરઅપસેટ રકમ
કોમર્શિયલઔડા ગાર્ડન, સાઉથ બોપલ900084,980
રેસિડેન્સઅરોહી ઇલેઝિયમ, સાઉથ બોપલ8,198.0090,000
રેસિડેન્સસન સાઉથ સ્ટ્રીટ, સાઉથ બોપલ530090,000
રેસિડેન્સઅરોહી સેન્ટર, સાઉથ બોપલ5,08380,000
રેસિડેન્સસન એસ્પાયર, બોપલ592588,000

​​​​​​​બોપલ મ્યુનિ.માં હોવાથી વિવાદની વકી
રિઝર્વ પ્લોટ સિવાય હરાજી પ્લોટના વેચાણનો હક ઔડાએ રાખ્યો છે. એટલું જ નહીં આ બંને વિસ્તારમાં પ્રોપર્ટીની નવી સ્કીમમાં હાલ બીયુ પરમિશન ઔડા દ્વારા જ અપાય છે. જેથી ઔડાએ વેચાણ હકના આધારે પ્લોટની હરાજી માટે જાહેરાત કરી દીધી હતી. આ બાબત ધ્યાનમાં આવતા હરાજીને લઇને વિવાદ થયો હોવાનું મનાય છે.

અન્ય સમાચારો પણ છે...