વિકાસ:ઔડા બોપલ, મોટેરા, નિકોલ, ત્રાગડ સહિતના વિસ્તારોમાં 25 ગાર્ડન અને ચાર તળાવ બનાવાશે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જમીનનો કબજો મળે તે મુજબ ટેન્ડરિંગ થશે

શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) વિસ્તારોમાં આગામી બે વર્ષમાં 25 ગાર્ડન અને 4 તળાવ બનાવવા માટે આયોજન હાથ ધરાયું છે. ઔડા અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાઇનલ ટીપી પર જમીનનો કબજો મળશે તે પ્રમાણે ટેન્ડરિંગ કરી કામગીરી હાથ ધરાશે. હાલ પ્રીલિમનરી ટીપી પર પણ આયોજન કરી દેવાયું છે. આ ટીપી ફાઇનલ થાય તે પૂર્વે અથવા પછી જમીનનો કબજો મળે તેની રાહ જોવાઈ રહી છે. કેટલીક જમીનો પર દબાણ છે, તે પણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

આ સ્થળે તળાવ બનશે

 • મોટેરા, અમિયાપુરા, સુઘડ: એસપી રિંગ રોડ સામે
 • નિકોલ, કઠવાડા: બળિયાદેવ, મંદિર સામે
 • ત્રાગડ, ઝુંડાલ: સત્યેશ સ્કેવરની બાજુમાં
 • સાણંદ: માધવનગર પાસે

બોપલ, મોટેરા, નિકોલ, ત્રાગડમાં ગાર્ડન બનાવાશે

 • બોપલ: જલદીપ બંગ્લોઝ-1 સામે, બ્રહ્માકુમારી સાઉથ બોપલ સેન્ટર પાસે, સ્ટર્લિંગ સિટી, સન સિટી સેક્ટર પાસે, સન સિટી સેક્ટર પાસે, જીઈબી, નીલકંઠ બંગ્લોઝ, ડીપી સ્કૂલ પાસે.
 • નિકોલ, કઠવાડા: નર્મદા સ્કીમની સામે, ટોરેન્ટ સબ સ્ટેશન પાસે
 • મોટેરા, કોટેશ્વર: અમૂલ પાર્લર, ઔડા ગાર્ડનની બાજુમાં, ત્રિલોક એલિગન્સની સામે
 • મોટેરા, અમીયાપુર, સુઘડ: ઔડા ઇડબ્લ્યુએસ પાસે, રિંગરોડ સામે
 • મુઠિયા, બીલાસિયા, હંસપુરા: એસપી રિંગ રોડ પાસે
 • ત્રાગડ, ઝુંડાલ: તળાવ પાસે, ઝુંડાલમાં સત્યશ સ્ક્વેરની બાજુમાં
 • સાણંદ: ઇન્ડિયન ઓઇલ કોર્પો.પાસે, હોમગાર્ડ્ઝ તાલીમ કેર પાસે માધવનગરમાં, એસટીઓ પ્લાન્ટની સામે, નિકોલમાં ટોરેન્ટ સબસ્ટેશનની સામે
 • ભાટ, સુઘડ: જીઈબી ભાટ સ્ટેશનની બાજુમાં, નર્મદા કેનાલ પાસે
અન્ય સમાચારો પણ છે...