તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાએ આર્થિક સ્થિતિ બગાડી:ચાંદખેડામાં વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી વેપારીનો આપઘાતનો પ્રયાસ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે વ્યાજ ચૂકવી ન શકતા વ્યાજખોરોએ ધમકી આપી હતી
  • પોલીસે ત્રણ વેપારી અને એક વ્યાજખોર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી

ચાંદખેડામાં રહેતા શાકભાજીના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી મચ્છર મારવાની દવા પી લઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે ચાર વ્યકિતઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, ચાંદખેડાના રાધા ક્રૃપા સોસાયટીમાં રહેતા યોગેશભાઈ પ્રજાપતિ (ઉ.વ.30) મોટેરા ખાતે દેવપૂજન ફ્લેટમાં એવર ગ્રીન વેજીટેબલ નામની શાકભાજીની દુકાન ધરાવી વેપાર કરે છે. થોડ સમય પહેલા યોગેશભાઈને શાકભાજીના હોલસેલના વેપારીઓને પૈસાની ચૂકવણી કરવાની હોવાથી તેમના બાળપણના મિત્ર અને વ્યાજે પૈસા ધીરતા રીષીભાઈ પાસેથી 10 ટકા વ્યાજે પૈસા લીધા હતા. તેઓ સમયસર વ્યાજ ચૂકવતા હતા પરંતુ ધંધો ઠપ થઈ જતા વ્યાજ ચૂકવી શક્યા ન હતા. દરમિયાન રીષીભાઈએ જણાવ્યુ હતુ કે, તું મારી પાસેથી ટુકડે ટુકડે રૂ.10 લાખ લઈ ગયો છે તારે મને દર મહિને રૂ.1 લાખ વ્યાજ ચુકવવાનું છે અને જો મોડુ વ્યાજ ચુકવીશ તો વ્યાજની પેનલ્ટી પણ ભરવી પડશે. તેમ કહીને ઝઘડો કરવા લાગ્યો હતો. જો કે હાલ પરિસ્થિતિ ખરાબ છે પૈસા આવશે એટલે વ્યાજ ચૂકવી દઈશ તેમ યોગેશભાઈએ જણાવ્યુ હતુ.

દરમિયાન ગત 12 તારીખે યોગેશભાઈને ફોન કરી રીષીભાઈએ તેમના ઘરે બોલાવી વ્યાજની ઉઘરાણી કરવા લાગ્યા હતા. જો કે યોગેશભાઈએ હાલ પૈસાની સગવડ નથી આવે એટલે આપી દઈશ તેમ કીધુ ત્યારે રીષીભાઈએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં રવિવારે યોગેશભાઈ તેમની શાકભાજીની દુકાને હાજર હતા ત્યારે રીષીભાઈ તથા કાંતિલાલ જેઠાજી, દિનેશભાઈ હંસાજી અને મંગળાજી છત્રાજી ત્યાં આવ્યા હતા અને પૈસાની ઉઘરાણી કરીને ગાળો બોલીને ઝઘડો કરીને જતા રહ્યા હતા. ત્યારબાદ યોગેશભાઈ આ લોકોના ત્રાસના કારણે તેમની દુકાનમાં પડેલ લાલહીટ પી લીધું હતુ અને બેભાન થઈ ગયા હતા. બાદમાં તેમણે રીષીભાઈ, ધનેશ્વરી, કાંતિલાલ જેઠાજી, દિનેશ હંસાજી અને મંગળાજી છત્રાજીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.

મહિને રૂ. એક લાખ વ્યાજ ચૂકવતા હતા
પોલીસ ફરિયાદમા જણાવ્યા અનુસાર યોગેશભાઈ પ્રજાપતિએ રીષીભાઈ ધનેશ્વરી પાસેથી 10 લાખ વ્યાજે લીધા હતા. જેનુ 10 ટકા લેખે દરમિયાન એક લાખ વ્યાજ ચુકવતા હતા. આ દરમિયાન જો વ્યાજ બે ત્રણ દિવસ મોડા આપે તો પેનલ્ટી લગાવી જબરદસ્તી કરવામાં આવતી હતી.

અન્ય સમાચારો પણ છે...