તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:9 વર્ષથી દુષ્કર્મનો ભોગ બનતા યુવતીનો આપઘાતનો પ્રયાસ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રામોલમાં યુવક સહિત ત્રણ સામે ફરિયાદ
  • ‘ફરિયાદ કરીશ તો એસિડ ફેંકીશું’ કહી યુવક અને તેના પરિવારજનો ધમકી આપતા હતા

છેલ્લાં નવ વર્ષથી બળાત્કારનો ભોગ બનતા યુવતીએ રામોલના યુવક અને તેના બે પરિવાર સામે વસ્ત્રાલમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે પરિવારજનો તરફથી એસિડ એટેકની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કર્યો છે.

રામોલ પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, યુવતી 2011માં લાલદરવાજાની એક કોલેજમાં એડમિશન લેવા ગઈ ત્યારે તેની ઓળખાણ રામોલ ગામના ઝાકિર સૈયદ સાથે થઇ હતી. જે તે સમયે તેમની વચ્ચે ફોન પર તથા રૂબરૂ મુલાકાત થતી હતી. 2013માં ઝાકિર યુવતીને પોતાની કારમાં રામોલ મુખી ફાર્મમાં લઇ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ સમયે ઝાકિર યુવતીને ધમકી આપી હતી કે, ફાર્મમાં સીસીટીવી કેમેરા લાગેલા છે, જેમાં તેના ફોટા પડી ગયા છે. જો આ બાબતે તું કોઈ ને કહીશ તો તારા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વહેતા કરી દઈશ. ત્યારબાદ અવારનવાર આરોપી યુવતીની સાથે દુષ્કર્મ ગુજારતો હતો.

દરમિયાન યુવતીએ આ અંગે તેની બહેનને વાત કરતા તેમણે રામોલ અમરાઇવાડી પોલીસ સ્ટેશન તથા મહિલા પોલીસ સ્ટેશનમાં ઝાકિર સૈયદના વિરુદ્ધમાં અરજી કરી હતી. જોકે તે સમયે ઝાકિરના ભાઈ અબ્દુલભાઈ તથા તેના પુત્ર મોહસીને યુવતીની બહેનને ફરિયાદ પાછી ખેંચવા અથવા એસિડ ફેંકવાની ધમકી આપ્યાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

આ બધી બાબતોથી કંટાળીને યુવતીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેને પાડોશીઓ એ બચાવી હોસ્પિટલમાં દાખલ કરી હતી.

અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો
પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, અગાઉ જૂન 2018માં મુખી ફાર્મ હાઉસમાં યુવતીએ પોતાના હાથમાં બ્લેડ મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઝાકીર સૈયદે પોતાના ઓળખીતા ડોક્ટર પાસે યુવતીની સારવાર કરાવી હતી. ત્યારબાદ થોડા સમય સુધી ઝાકીરે યુવતીનો સંપર્ક કર્યો નહતો.

અન્ય સમાચારો પણ છે...