ક્રાઇમ:ઓઢવની બેંક ઓફ બરોડામાં તસ્કરોનો ચોરી કરવાનો પ્રયાસ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓઢવ ટેલિફોન એક્સચેન્જ આગળ જીઆઈડીસી કમ્પાઉન્ડ ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. બેન્કમાંથી કોઈ સામન કે રોકડની ચોરી થઈ ન હતી. આ અંગે બેંકના મેનેજરે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.   વસ્ત્રાપુર ખાતે રહેતા અને ઓઢવની બેંક ઓફ બરોડામાં મેનેજર તરીકે ફરજ બજાવતા અશોક સિંગરિયાને   બેંકની બારી તૂટેલી હોવાની જાણ થતા તેઓ બેંકમાં તપાસ કરતા તસ્કરો બારીની લોખંડની જાળી તોડી અંદર પ્રવેશ્યા હતા, જેથી અશોકભાઈએ ઓઢવ પોલીસને જાણ કરી અજાણ્યા શખ્સ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...