તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની હેરાફેરી:અમદાવાદમાં ટેમ્પોમાં સંતાડેલો 485 લીટર દેશી દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યો, પોલીસ ઊંઘતી ઝડપાઈ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
દારૂ પકડાયે તે ટેમ્પોની તસવીર - Divya Bhaskar
દારૂ પકડાયે તે ટેમ્પોની તસવીર
  • ગોમતીપુરમાં ટેમ્પોમાં સંતાડીને લઈ જવાતા દારૂના જથ્થા પર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ.

આ પહેલા શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી છે. કોરોનાના કપરા કાળમાં મીની લોકડાઉન વચ્ચે ગેરકાયદેસર દારૂ વેચાણના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે હવે શહેરમાં દેશી દારૂની હેરાફેરી પકડાઈ છે. અમદાવાદના ગોમતીપુરમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા. જેમાં છોટા હાથીમાં ગુપ્ત ખાનુ બનાવી દેશી દારૂની હેરેફેરી કરાતી હોવાનું સામે આવ્યું હતું. આ રેડમાં કુલ 485 લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો. જે ચોર ખાનું બનાવીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાઈ રહ્યો હતો.

છોટા હાથીમાં દારૂની હેરાફેરી
અમદાવાદના ગોમતીપુરમાં જગન્નાથ મહાદેવની ચાલી પાસેથી દેશી દારૂ ભરેલો ટેમ્પો મળી આવ્યો હતો. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા માં છોટા હાથી ટેમ્પોમાં ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરાફેરી થઈ રહી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સ્ટેટ મોનિટરિંગ સેલે રૂ. 9660ની કિંમતનો 485 લીટર દેશી દારૂ તથા 2 લાખની કિંમતનો ટેમ્પો જપ્ત કર્યો હતો.

દારૂ પકડાયો તે સ્થળની તસવીર
દારૂ પકડાયો તે સ્થળની તસવીર

પહેલા પણ દારૂના વેચાણના વીડિયો સામે આવ્યા
ઉલ્લેખનીય છે કે શહેરમાં આ દારૂ મળી આવવાની પહેલી ઘટના નથી. શહેરના શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલા જ શાહીબાગ પોલીસની જાણ બહાર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે વિદેશી દારૂના જથ્થા સાથે હેરાફેરી કરતાં શખ્સઓને ઝડપી પાડ્યા હતા. બીજી તરફ દિવસ અને રાતે દેશી દારૂના અડ્ડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વાઈરલ વીડિયો શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવતા સિવિલ હોસ્પિટલની પાસેની ચાલીમાં ચાલતાં દેશી દારૂના અડ્ડો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં લોકો ત્યાં જ પોટલી ખરીદીને પીતા વીડિયોમાં દેખાયા હતા. વાઇરલ વીડિયો મામલે સેકટર-2 જેસીપી ગૌતમ પરમારે તપાસની ખાતરી આપી હતી.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી
શહેરના અનેક વિસ્તારમાં દારૂ જુગાર જેવી બેફામ પ્રવૃત્તિઓ સ્થાનિક પોલીસ અને એજન્સીઓના ખાસ વ્યક્તિઓની રહેમનજર હેઠળ ચાલે છે. જેની પર અંકુશ જરૂરી છે. તાજેતરમાં પણ નિકોલ વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જ્યારે ચાંદખેડા વિસ્તારમાં જનતાનગર ગેટ પાસેથી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે જાહેરમાં રોડ પર ચાલતું વરલી મટકાનું જુગારધામ ઝડપી પાડ્યું હતું.