તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:વેજલપુરમાં ગુટખાની પડીકી ન આપતા યુવકની હત્યાનો પ્રયાસ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડો કરી યુવકના પેટ અને પગ પર છરીના ઘા માર્યા હતા

વેજલપુરમાં રહેતો 21 વર્ષીય યુવક પાનની દુકાને ગુટખા લેવા ગયો ત્યારે અન્ય યુવકે તેની પાસે ગુટખાની પડીકીની માગ કરી હતી જેનો ઈન્કાર કરતા યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા યુવકને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. યુવકના પિતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં હુમલાખોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

વેજલપુરની બાવા પાર્ક સોસાયટીમાં રહેતા અશરફઅલી અબ્દુલ મજીદ કુરેશીનો નાનો પુત્ર સેવાન (ઉં.21) ગઈ 16 મીના રોજ રાતે ઘરેથી ગુટખા લેવા જવાનું કહીને નીકળ્યો હતો . દરમિયાન સોસાયટીના નાકા પર તેને તવક્કલ સોસાયટીમાં રહેતો અમન શેખ નામનો યુવાન મળ્યો હતો. જેણે સેવાન પાસે ગુટખાની પડીકી માગી હતી, જે સેવાને આપવાની ના પાડતા તેણે સેવાન સાથે ઝઘડો કર્યો હતો અને તેની પાસે રહેલા ચપ્પુથી સેવાન પર હુમલો કરી તેને પેટના ભાગે ડાબી બાજુએ જાંઘથી ઉપરના ભાગે છરીનો ઘા મારી દીધો હતો.

તેમજ ડાબા પગની પિંડી પર પણ બીજો ઘા મારી દીધો હતો. દરમિયાન સેવાનને પુષ્કળ લોહી નીકળતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેના પરિવારને જાણ કરતા સેવાનને હોસ્પિટલ લઈ જવાયો હતો. જયાંથી તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને તેને પેટના અંદરના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી ડોકટરે તાત્કાલિક ઓપરેશન કરવાનું કહ્યું હતુ. આ સંજોગોમાં સેવાનની હાલત નાજૂક બનતા તેના પિતાએ આ મામલે વેજલપુર પોલીસનો સંપર્ક કરી અમન શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...