હુમલો:ગોમતીપુરમાં છરી વડે હુમલો કરી યુવકની હત્યાનો પ્રયાસ, આરોપી ફરાર

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઈજાગ્રસ્તને એલ.જી હોસ્પિટલમાં​​​​​​​ ખસેડાયો, પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

ગોમતીપુરમાં રહેતા એક યુવક સાથે ઝઘડો કરીને એક શખ્સ છરીના જીવલેણ ઘા ઝીંકી ફરાર થઈ ગયો હતો. આ મામલે ઈજાગ્રસ્ત યુવકની પત્નીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે.

ગોમતીપુરમાં અકરમભાઇ નજીરઅહેમદ શેખ ડેકોરેશનનો ધંધો કરે છે. 19મીના રોજ અકરમભાઈની પત્ની તબસ્સુમ પોતાના ઘરે હતા ત્યારે રાત્રે 10 વાગ્યે જેઠનો દિકરો ઇસ્તિયાક ઘરે આવ્યો હતો અને બુમ પાડી તબસ્સુમબેનને કહ્યું હતું કે, અકરમ ચાચા કો કીસીને ચાકુ મારા હૈ. આટલું કહ્યાં બાદ તે ત્યાંથી જતો રહ્યો હતો. જેથી તબસ્સુમબહેને પોતાના ભાઈને ફોન કરી આ અંગે જાણ કરી હતી.

બીજી તરફ લોહીલુહાણ હાલતમાં અકરમભાઈને એલ.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેથી તેમની પત્ની તબસ્સુમ પણ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં તેણે જોયું કે, લોહીલુહાણ હાલતમાં પડેલા પતિને 3 ઘા વાગ્યા હતા. ત્યારબાદ તેમને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમયે પતિના મિત્ર ફિરોજભાઈને તબસ્સુમબહેને ઘટના અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે, સલીમ મુન્નાભાઇ નામના વ્યક્તિએ અકરમ સાથે ઝઘડો કરી પેટમાં ચપ્પાના ઘા માર્યા હતા.

આ અંગે તબસ્સુમ શેખે સલીમ મુન્નાભાઇ (રહે. સરદારજીના છાપરા, ઝૂલતા મિનારા, ગોમતીપુર) સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવતા ગોમતીપુર પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસને અકરમભાઈ અને સલીમ મુન્નાભાઈ વચ્ચે કઈ બાબતે ઝઘડો થયો તે અંગે હજુ કોઈ જાણ થઈ નથી. હાલમાં ઇજાગ્રસ્ત અકરમભાઈનું નિવેદન લેવાય તેવી સ્થિતિ ન હોઈ તબિયત સુધરે પછી આ બાબતે ખુલાસો થઈ શકે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...