તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCમાં ‘ધર્મેન્દ્ર’ જ શાહ!:‘સુપર મેયર’ તરીકે અધિકારીઓ પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ, ન ચૂંટાયેલા અધિકારીઓને પ્રિ-મોન્સૂન પ્લાનની બેઠકમાં હાજર રહેતા વિવાદ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેયરની અધ્યક્ષતામાં મંગળવારે પાલડી ખાતે યોજાયેલી બેઠકમાં ધર્મેન્દ્ર શાહ હાજર રહ્યા હતા. - Divya Bhaskar
મેયરની અધ્યક્ષતામાં મંગળવારે પાલડી ખાતે યોજાયેલી બેઠકમાં ધર્મેન્દ્ર શાહ હાજર રહ્યા હતા.

કોર્પોરેશનની પ્રી-મોન્સૂન સમીક્ષા બેઠકમાં બિન ચૂંટાયેલા ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર શાહની ઉપસ્થિતિથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. સામાન્ય રીતે કોર્પોરેશનના નીતિ વિષયક નિર્ણયો કરવા માટે યોજાતી બેઠકોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓ જ ઉપસ્થિત રહેતા હોય છે ત્યારે ભાજપે અધિકારીઓ ઉપર વર્ચસ્વ જમાવી રાખવા નવનિયુક્ત મ્યુનિ. પ્રભારીને મેદાનમાં ઉતાર્યા છે. અગાઉના મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રભારીનું માર્ગદર્શન લેતા હતા, પણ ક્યારેય પ્રભારી પોતે મીટિંગમાં હાજર રહેતા નહોતા, પરંતુ હવે પ્રભારી અધિકારીઓને શું કરવું અને શું ના કરવું તે બાબતે મીટિંગમાં માર્ગદર્શન આપી રહ્યા છે. પક્ષના આવા વલણથી અધિકારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.બેઠકમાં ધર્મેન્દ્ર શાહના હસ્તક્ષેપથી કોર્પોરેશનના અધિકારીઓ તેમને ‘સુપર મેયર’ તરીકે સંબોધે છે.

બિનકાર્યક્ષમ લાગતા હોવાથી અધિકારીઓને મીટિંગમાં હાજર રાખે છે
મંગળવારે મેયરની અધ્યક્ષતામાં પાલડી સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પ્રિ-મોન્સૂનની સમીક્ષા બેઠક મળી હતી જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક, વોટર સુઅરેજ કમિટીના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર, ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડે. મ્યુનિ. કમિશનર, પ્રોજેક્ટ ડે. મ્યુનિ. કમિશનર, ઈજનેર વિભાગના સિટી ઈજનેર સહિતના અધિકારી હાજર હતા. બેઠકમાં રોડ એન્ડ બિલ્ડિંગના ચેરમેન હાજર રહ્યા નહોતા. અધિકારીઓમાં ચર્ચા છે કે, પક્ષને મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બંને બિનકાર્યક્ષમ લાગતા હોવાથી પ્રભારીને મીટિંગમાં હાજર રાખે છે.

ગત વર્ષે શહેરમાં 65થી વધુ સ્થળે પાણી ભરાયા હતા
શહેરમાં ગયા વર્ષે 65 થી વધારે સ્થળે વરસાદી પાણી ભરાતાં હતા. આ વર્ષે કેટલાક સ્થળે પાણીના નિકાલ માટેની પાઇપો બદલવામાં આવી હતી. સાથે કેટલાક સ્થળે અન્ય જોડાણો કરીને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી હવે શહેરમાં અત્યારે 27 સ્થળે જ પાણી ભરાતા હોવાનું અધિકારીઓનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...