તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Attacks On Temples, 10 Killed, A Train And Some Government Offices Set On Fire As PM Modi's Bangladesh Tour Draws To A Close

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંગ્લાદેશમાં હિંસા યથાવત:PM મોદીના પ્રવાસના વિરોધમાં મંદિરો પર હુમલો, પોલીસ અથડામણમાં 12 લોકોના મોત

ઢાકાએક મહિનો પહેલા
  • હિંસા અને અથડામણમાં અત્યાર સુધીમાં 12 લોકોના મૃત્યુ થયા

બાંગ્લાદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસનો વિરોધ તેમના ભારત પરત ફર્યા બાદ પણ યથાવત છે. વડાપ્રધાન છેલ્લા ત્રણ દિવસથી વિરોધ કરી રહેલ કટ્ટરપંથી ઇસ્લામી સંગઠન હિફાઝત-એ-ઇસ્લામના નેતા હવે હિંસા પર ઉતારી આવ્યા છે. ત્રણ દિવસથી પ્રદર્શન કરી રહેલા કટ્ટરપંથી પ્રદર્શનકારીઓએ રવિવારે પૂર્વ બાંગ્લાદેશમાં ધાર્મિક સ્થળો અને એક ટ્રેન પર હુમલો કર્યો હતો. હિંસા અને અથડામણમાં અત્યાર સુધીમાં 12 લોકોના મૃત્યુ થયા છે.

બ્રાહ્મણબારીયા શહેરના પત્રકાર જાવેદ રહીમે જણાવ્યું હતું કે કટ્ટરપંથી જૂથના સમર્થકોએ સરકારી કચેરીઓ, મ્યુઝિક એકેડેમી અને ટ્રેનને આગ ચાંપી દીધી હતી. તોફાનીઓએ ઘણા હિન્દુ મંદિરો પર હુમલો પણ કર્યો છે.એક રેલીમાં હિફાઝત-એ-ઇસ્લામના સેક્રેટરી અઝીઝુલ હકે કહ્યું કે પોલીસે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા અમારા સાથીઓ પર ગોળીબાર કર્યો છે. અમે અમારા ભાઈઓનું લોહી નિરર્થક નહીં જવા દઈએ.

કટ્ટરપંથી ઇસલાની સંગઠન હિફાઝત-એ-ઇસ્લામના નેતા હવે હિંસા પર ઉતારી આવ્યા છે.
કટ્ટરપંથી ઇસલાની સંગઠન હિફાઝત-એ-ઇસ્લામના નેતા હવે હિંસા પર ઉતારી આવ્યા છે.

રાજધાની ઢાકા અને ચટગામમાં પણ વિરોધ પ્રદર્શન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન રાજધાની ઢાકા અને ચટગામમાં પણ પ્રદર્શન થયા હતા. ઢાકામાં બૈતુલ મુકર્રમ વિસ્તારમાં શુક્રવારે જુમ્માની નમાજ બાદ વિરોધ પ્રદર્શન થયા હતા. જ્યારે ચટગામમાં પણ નમાજ બાદ હથાજરી મદરેસાથી વિરોધ પ્રદર્શન યોજાયું હતું ત્યાર બાદ પોલીસ અને પ્રદર્શંકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. તેમાં 4 લોકોના મૃત્યુ થયા હતા. શનિવારે થયેલી હિંસામાં 6 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે રવિવારે પણ બે લોકોના મોત થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન રાજધાની ઢાકા અને ચટગામમાં પ્રદર્શન થયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન રાજધાની ઢાકા અને ચટગામમાં પ્રદર્શન થયા.

અત્યાર સુધી 26 પોલીસકર્મીઓ પણ હિંસામાં ઘાયલ
બાંગ્લાદેશમાં મુસ્લિમ કટ્ટરવાદી જૂથ હિફાઝત-એ-ઇસ્લામના સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 26 પોલીસ જવાન ઘાયલ થયા છે. આ સમર્થકોએ શનિવારે બ્રાહ્મણપુરીયાના સરાઈલમાં અરૂએલ પોલીસ કેમ્પને નિશાન બનાવ્યો. આ ઉપરાંત ફરીદપુર જિલ્લાના ભાંગા સ્થિત પોલીસ સ્ટેશન પર પણ તોફાનીઓએ હુમલો કર્યો હતો.

મુસ્લિમ કટ્ટરવાદી જૂથ હિફાઝત-એ-ઇસ્લામના સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 26 પોલીસ જવાન ઘાયલ થયા છે.
મુસ્લિમ કટ્ટરવાદી જૂથ હિફાઝત-એ-ઇસ્લામના સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 26 પોલીસ જવાન ઘાયલ થયા છે.
સરાઈલમાં શનિવારે પ્રદર્શંકારીઓએ એરુએલ પોલીસ કેમ્પને નિશાન બનાવ્યો હતો.
સરાઈલમાં શનિવારે પ્રદર્શંકારીઓએ એરુએલ પોલીસ કેમ્પને નિશાન બનાવ્યો હતો.

બે દિવસીય પ્રવાસ પર 26 માર્ચે ઢાકા પહોંચ્યા હતા મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 માર્ચે બે દિવસીય પ્રવાસ પર ઢાકા પહોંચ્યા હતા. તેમણે બાંગ્લાદેશની સ્થાપનાની 50મી વર્ષગાંઠ અને બાંગબંધુ શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મોદી લગભગ 12 લાખ કોરોના વેક્સિનના ડોઝ લઈને બાંગ્લાદેશ પહોંચ્યા હતા. આ ઉપરાંત ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પાંચ કરાર પણ થયા હતા.

મોદી 26 માર્ચે બે દિવસના પ્રવાસે ઢાકા પહોંચ્યા હતા. તેઓ બાંગ્લાદેશની સ્થાપનાના 50મી વર્ષગાંઠ અને બંગબંધુ શેખ મુઝીબુર રહેમાનની જન્મ શતાબ્દી પર આયોજિત કાર્યક્ર્મમાં સામેલ થયા હતા.
મોદી 26 માર્ચે બે દિવસના પ્રવાસે ઢાકા પહોંચ્યા હતા. તેઓ બાંગ્લાદેશની સ્થાપનાના 50મી વર્ષગાંઠ અને બંગબંધુ શેખ મુઝીબુર રહેમાનની જન્મ શતાબ્દી પર આયોજિત કાર્યક્ર્મમાં સામેલ થયા હતા.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો