તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના એરપોર્ટ વિસ્તારમાં કોર્ટના પકડ વોરન્ટ બજવણી કરવા માટે ગયેલા પોલીસ કોન્સ્ટેબલ આરોપીના ઘરે જતા, આરોપી અને ત્રણ મહિલાઓએ તેના પર હુમલો કર્યો હતો.જેમાં એક મહિલાએ કોન્સટેબલને હાથે બચકું ભરી નખ મારી દીધા હતા.આ અંગે ચાર વ્યકિતઓની પોલીસે ધરપકડ કરી હતી.
એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા અશોકકુમાર ખેતાજીને કોર્ટ તરફથી બે આરોપીઓને પકડવાનો વોરન્ટ ઓર્ડર મળ્યો હતો. તેઓ આરોપી મુકેશ મારવાડી અને સન્ની ઉર્ફે સુનીલભાઈ ઠાકોરને પકડવા માટે ભદ્રેશ્વર જોગણી માતાના મંદિર પાસે ગયા હતા. જયાં સન્ની ઉર્ફે સુનીલના ઘરે મળી આવ્યો હતો, જો કે તે ત્યાંથી ભાગવા લાગ્યો હતો. દરમિયાન અશોકકુમારએ તેને ઝડપી લીધો હતો. આ દરમિયાન સુનીલ ઉર્ફે સન્ની જોર જોરથી બૂમો પાડવા લાગ્યો હતો, જેના પગલે તેના ઘરમાંથી ત્રણ મહિલા બહાર આવી હતી અને અશોકભાઈને મારા સન્નીને ક્યાં લઈ જાવ છો તેમ કહીને ઝઘડો કરવા લાગી હતી. દરમિયાન એક મહિલાએ અશોકભાઈના હાથમાં બચકુ ભર્યું હતું, તથા નખ માર્યા હતા. તે દરમિયાન સુનીલ ઉર્ફે સન્નીએ તેમને લાત મારી જમીને પાડી દીધા હતા. દરમિયાન અશોકભાઈએ કંટ્રોલમાં મેસેજ કરતા પોલીસનો વધુ કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યારબાદ સન્ની તથા તેની સાથેની ત્રણ મહિલા તેજલ મારવાડી, લીલાબેન બાવરી અને રમીલાબેન બાવરીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
પોલીસ છો તો શું થયું તેમ કહી માર માર્યો
આરોપી સુનિલને પકડીને લઈ જઈ રહેલા કોન્સ્ટેબલ અશોકભાઈએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી કોર્ટનું વોરંટ હોવાનું જણાવ્યું હતું. જોકે તેમ છતાં ત્રણ મહિલા અને સન્નીએ અશોકભાઈને જણાવ્યું હતું કે, પોલીસવાળો હોય તો શું થઈ ગયું આજેતો તને જાનથી મારી નાખીશ તેમ કહીને મારઝુડ કરવા લાગ્યા હતા.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.