તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:આતંકી અબ્દુલ કુટ્ટી વિરુદ્ધ ATSએ બનાવટી પાસપોર્ટનો ગુનો નોંધ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
અબ્દુલ મજીદ કુટ્ટીએ પટણાથી મોહંમદ કમાલ નામનો નકલી પાસપોર્ટ બનાવડાવ્યો હતો. - Divya Bhaskar
અબ્દુલ મજીદ કુટ્ટીએ પટણાથી મોહંમદ કમાલ નામનો નકલી પાસપોર્ટ બનાવડાવ્યો હતો.
 • પટણાના એજન્ટે મોહંમદ કમાલના નામે નકલી પાસપોર્ટ બનાવી આપ્યો હતો
 • અબ્દુલ કુટ્ટીની ધરપકડ કરાઈ ત્યારે પણ તેની પાસેથી 3 પાસપોર્ટ મળ્યા હતા

મહેસાણા હથિયાર લેન્ડીંગ કેસમાં પકડાયેલા આતંકવાદી અબ્દુલ મજીદ કુટ્ટી વિરુદ્ધ ગુજરાત એટીએસે બનાવટી પાસપોર્ટ અંગેનો ગુનો નોંધ્યો છે. અબ્દુલ મજીદ કુટ્ટીએ પટણાથી મોહંમદ કમાલ નામનો નકલી પાસપોર્ટ બનાવડાવ્યો હતો અને દુબઈથી મલેશિયા જતો રહ્યો હતો. જો કે પોલીસે અબ્દુલ મજીદ કુટ્ટી પાસેથી બંને પાસપોર્ટ કબજે કર્યા હતા.

અમદાવાદ અને મુંબઈમાં 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન બોંબ ધડાકા અને ભાંગફોડિયા પ્રવૃત્તિ કરવા દાઉદ ઈબ્રાહીમે 125 ઓટો મેટિક પિસ્ટલ, 750 કારતૂસ, 4 કિલો આરડીએક્સ અને 10 ડિટોનેરટ મોકલ્યા હતા. જ્યારે આ બોંબ ધડાકા કરવાનું કામ દાઉદે અબ્દુલ મજીદ કુટ્ટીને સોંપ્યું હતું. જો કે હથિયારો અને દારૂ ગોળાનું આ કન્સાઈન્મેન્ટ મહેસાણા હાઈવે પરથી જ પોલીસે પકડી પાડ્યું હતું.

જેમાં 25 વર્ષથી નાસતા ફરતા આતંકવાદી અબ્દુલ કુટ્ટીને એટીએસની ટીમે 2 દિવસ પહેલા જ ઝારખંડથી ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસને 2 પાસપોર્ટ મળ્યા હતા. જેમાં 1 અસલી જ્યારે બીજો બનાવટી હતો. પોલીસે તપાસ કરતા તે ઝારખંડમાં 1 વર્ષથી મોહંમદ કમાલના નામથી રહેતો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે હથિયારો અને દારૂ ગોળા સાથે અબ્દુલના 3 માણસો પકડાઈ જતા તે દુબઈ ભાગી ગયો હતો. દુબઈથી મલેશિયા જવા તેને મોહંમદ ઈનામ અલી નામના એજન્ટ મારફતે નકલી પાસપોર્ટ બનાવડાવ્યો હતો. જેના આધારે એટીએસે અબ્દુલ કુટ્ટી વિરુદ્ધ બનાવટી પાસપોર્ટ બનાવડાવવા અને તેના આધારે વિદેશ જવાનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો