ગુજરાતમાં ડ્રગ્સ આવ્યું ક્યાંથી?:600 કરોડનું ડ્રગ્સ પાકિસ્તાનથી સલાયા બંદરે ઉતારાયું હતું, UAEમાં ઘડાયું હતું ષડયંત્ર, મોરબીના ઝીંઝુડાની દરગાહ પાસે સંતાડ્યો હતો જથ્થો

અમદાવાદ2 મહિનો પહેલા
ડ્રગ્સની હેરાફેરી કરનાર સમસુદ્દીન સૈયદ, જબ્બાર મુખ્તાર હુસૈન અને ગુલામ હુસૈનની અટકાયત.
  • આ ડ્રગ્સ સલાયા લવાયા બાદ મોરબી લાવવામાં આવ્યું હતું
  • પકડાયેલા આરોપીઓમાં ઈસા હુસૈન રાવ અને મુખ્તાર હુસૈન કાકા ભત્રીજા છે.
  • પાકિસ્તાનથી જ મોટા ભાગનું ડ્રગ્સ ગુજરાતમાં આવે છેઃ DGP
  • ઝાહિદ બશીર બ્લોચ ગુજરાતમાં ડ્રગ્સ મોકલવાનો મુખ્ય સૂત્રધાર

રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી મામલે ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામથી ગુજરાત ATSની ટીમ દ્વારા દરોડા પાડી મકાનમાંથી 120 કિલો રૂ. 600 કરોડનું હેરોઈન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ ડ્રગ્સકાંડ મામલે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાન અને UAE કનેક્શન સહિતની સિલસિલેવાર વિગતો જાહેર કરી હતી. મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામમાં કોઠા વાળા પીરની દરગાહ પાસે આવેલ સમસુદ્દિન સૈયદના નવા બની રહેલા મકાનમાં છુપાવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

પાકિસ્તાનના મધદરિયેથી ડિલિવરી લઈ દ્વારકામાં છુપાવ્યું
રાજ્યના પોલીસવડાએ સંબોધતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આ હેરોઇન ડ્રગ્સ ઓકટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાનના મધદરિયેથી ડિલિવરી લઈ દ્વારકામાં છુપાવ્યું હતું. એ બાદ મોરબી ઝીંઝુડા ગામના એક મકાનમાં છુપાવ્યું હતું. ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન છે. 120 કિલો હેરોઇન પકડાયું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. 600 કરોડની કિંમત થાય છે. દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ ગુજરાતની દરિયાઈ સીમાનો ઉપયોગ શરૂ કર્યો છે. જો કે એજન્સીઓ સતર્ક હોવાથી ડ્રગ્સ ઝડપાઈ જાય છે.

ડ્રગ્સની હેરાફેરી કરનાર સમસુદ્દીન સૈયદ, જબ્બાર મુખ્તાર હુસૈન અને ગુલામ હુસૈનની અટકાયત.
ડ્રગ્સની હેરાફેરી કરનાર સમસુદ્દીન સૈયદ, જબ્બાર મુખ્તાર હુસૈન અને ગુલામ હુસૈનની અટકાયત.

આરોપીઓ બોટ લઈ સરહદેથી ડિલિવરી લે છે
ભારતની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમામાંથી લાવ્યા હતા. આ કેસમાં સમસુદ્દીન સૈયદ, જબ્બાર મુખ્તાર હુસૈન અને ગુલામ હુસૈનની અટકાયત કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે. પાકિસ્તાનના સ્મગલરો ડ્રગ્સ લઈને આંતરરાષ્ટ્રીય સરહદ સુધી આવે છે. ત્યાર બાદ આરોપીઓ પોતાની બોટ લઈ સરહદ સુધી જાય છે અને માલની ડિલિવરી લઈ લે છે.

પાકિસ્તાનથી જ મોટા ભાગનું ડ્રગ્સ ગુજરાતમાં આવે છેઃ DGP
પાકિસ્તાનથી જ મોટા ભાગનું ડ્રગ્સ ગુજરાતમાં આવે છેઃ DGP

તમામ એજન્સીઓ સક્રિય છે અને તમામ જથ્થો ઝડપાઇ ચૂક્યો છે
તેમણે કહ્યું હતું કે, ત્રણ આરોપીઓમાંથી ગુલાબ ભાગડ અને જબ્બાર બંને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. દરિયાઈ માર્ગે આવેલું તમામ ડ્રગ્સ જપ્ત કરાયું છે. આ ડ્રગ્સ પહેલાં આફ્રિકા મોકલવાનું હતું બાદમાં ગુજરાતમાં મોકલવામાં આવ્યું છે. આ ડ્રગ્સ સલાયા લવાયા બાદ મોરબી લાવવામાં આવ્યું હતું.મોટાભાગનું ડ્રગ્સ ભારતમાં લાવીને વિદેશ મોકલવામાં આવે છે. ડ્રગ્સ ગુજરાતમાં પહોંચાડવા માટેનું કાવતરૂ UAEમાં ઘડવામાં આવ્યું હતું.રાજયની તમામ એજન્સીઓ સક્રિય છે અને તમામ જથ્થો ઝડપાઇ ચુક્યો છે અને બહાર કોઈ જથ્થો ગયો નથી.

રાજ્યની તમામ એજન્સીઓ સક્રિય છે અને તમામ જથ્થો ઝડપાઇ ચૂક્યો છે.
રાજ્યની તમામ એજન્સીઓ સક્રિય છે અને તમામ જથ્થો ઝડપાઇ ચૂક્યો છે.

આ ડ્રગ્સનો જથ્થો આફ્રિકામાં મોકલવાનો
પાકિસ્તાનના ડ્રગ્સ સપ્લાયર ઝાહિદ બશિર બ્લોચ પાસે પાકિસ્તાન દરિયાઈ માર્ગે માલ મંગાવ્યો હતો. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં જથ્થાની ડિલિવરી મધદરિયેથી લીધી હતી. દ્વારકાના સલાયામાં આ જથ્થાને સંતાડી દેવાયો હતો. બાદમાં મોરબીના ઝીંઝુડા ગામમાં આરોપી સમસુદીન સૈયદના નવા બની રહેલા ઘરમાં જથ્થો સંતાડયો હતો. આરોપી ગુલામ હુસૈન અને જબ્બાર અવાર નવાર દુબઇ જતા હતા. જેથી પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવ્યો હોવાની આશંકા છે.

ડ્રગ-માફિયા ઝાહિદ બલોચ મુખ્ય સૂત્રધાર
પાકિસ્તાની ડ્રગ માફિયા ઝાહિદ બલોચ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ના 2019 ના 227 કિલો હેરોઇન ગુનામાં વોન્ટેડ છે.ફરાર આરોપી ઈસા રાવ અને મુખ્તાર હુસેન કાકા ભત્રીજા આરોપી મુખ્યત્યાર પાકિસ્તાન મરીન સિક્યોરિટીના હાથે અગાઉ ઝડપાઇ ચૂક્યો હતો પરંતુ બોટ ખરાબ થવાનું બહાનું કરી અને છૂટી ગયો હતો. આ ડ્રગ્સનો જથ્થો આફ્રિકામાં મોકલવાનો હતો. પરંતુ કોઈ કારણોસર ડિલિવરી ગુજરાતમાં કરી હતી.

આરોપી દુબઈમાં ડ્રગ્સ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવ્યા હોવાની શંકા
આરોપી ગુલાબ તથા જબ્બાર અવાર નવાર દુબાઈ જતા હોવાથી ત્યાનાં પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવ્યા હોવાની પોલીસે સંભાવનાઓ વ્યક્ત કરી છે. પાકિસ્તાની ડ્રગ માફિયા ઝાહિદ બલોચ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ના 2019 ના 227 કિલો હેરોઇન ગુનામાં વોન્ટેડ છે.આરોપી ગુલામ ભાગડ તાજેતરમા સલાયા ખાતે મહોર્રમ તાજિયા વખતે થયેલા રાયોટિંગના ગુનામાં પકડાયો હતો.

મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડિયા પણ નામચીન દાણચોર હોવાથી વિદેશના કેટલાય કોર્ટેલ્સ સાથે સંપર્કમાં હતો. તેમજ 2020માં જ્યારે જબ્બારે તેની બોટ કરાચી પાકિસ્તાન ખાતે એન્જિન ખરાબીના કારણે ડોક કરેલી હતી. ત્યારે પાકિસ્તાન મેરિટાઈમ સિક્યુરીટી એજન્સી દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. તેની ત્રણ દિવસ સુધી ખુફિયા એજન્સી આઈ.એસ.આઈ તથા પાકિસ્તાન મેરિટાઈમ સિક્યુરિટી એજન્સી દ્વારા પુછપરછ કરવામાં આવી હતી.

સમસુદ્દીન અગાઉ જુગાર રમતાં ઝડપાયો છે
ઝીંઝુડામાંથી ઝડપી લેવાયેલો સમસુદ્દીન નામનો શખ્સ જુગાર રમવાની ટેવ ધરાવતો હોવાનું ખુલ્યું છે. અગાઉ સ્થાનિક પોલીસે તેને જુગાર રમતાં રંગેહાથ ઝડપી લીધો હતો. જો કે જુગાર સિવાય સમસુદ્દીનનો અન્ય કોઇ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી, જો કે અમરેલી જિલ્લામાં તેના વસવાટ દરમિયાન તેની ક્રાઇમ કુંડળી મેળવવા પોલીસે તપાસ આરંભી છે. તે કઈ રીતે નશીલા પદાર્થની હેરફેરમાં ચડ્યો તે અંગે તપાસ હાથ ધરી છે.

ગામમાં આખો દિવસ પોલીસનો ધમધમાટ
મોરબીના છેવાડાના ગામમાં આટલા મોટા પાયે ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ જવાના કારણે પોલીસે ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી છે. જેના કારણે એફએસએલ, સ્થાનિક પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓનો પણ ગામમાં દિવસભર ધમધમાટ જોવા મળ્યો હતો. ગામમાં પોલીસ વાનની સાયરનના અવાજથી ગામ ગાજતું રહ્યું હતું. સેન્ટ્રલ આઇબી અને જામનગર કસ્ટમના અધિકારીઓએ પણ આ તપાસમાં ઝુકાવ્યું છે.

સીધા સાદા લાગતા શખ્સે ગામની બદનામી કરી નાખી
મોરબી જિલ્લામાં પેઢીઓથી અમારો વસવાટ છે. ગામમાં ચોરી કે મારામારી જેવા સામાન્ય ગુનામાં પણ અમારું ગામ પોલીસ ચોપડે ચઢ્યું નથી. હિન્દુ-મુસ્લિમ બન્ને ધર્મના લોકોનો રહે છે પણ ઝઘડા પણ નથી થતા આ વ્યક્તિના કારણે અમારા ગામમાં દોઢવર્ષ પહેલાં આવેલ શખ્સે આવું કૃત્ય કરી અમારા ગામની બદનામી કરી નાખી છે. ગામ પર આ શખ્સે મોટું કલંક લગાડી દીધું તેમ ગામના અગ્રણી સમસુદ્દીનભાઈ પીરજાદાએ જણાવ્યું હતું.

વિદેશીઓના સંપર્કમાં રહેતો મુખ્તાર નામચીન દાણચોર
ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપી મુખ્તાર હુસેન ઉર્ફે જુબ્બાર દુબઇ અવરજવર કરતો હોય અને જેના કારણે વિદેશીઓના સંપર્કમાં હતો અને નામચીન દાણચોર હોવાનું ખુલ્યું છે. 2020માં પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ તેને ઝડપી લીધો હતો જોકે બોટ બગડી હોવાનું જણાવ્યું હતું જે બાદ તેની અટકાયત પણ કરવામાં આવી હતી જ્યાં સિક્યુરિટી એજન્સીએ તેની પૂછપરછ કરી હતી. ત્યારથી તે હાથો બનીને કામ કરતો હોવાની પણ પોલીસને શંકા છે.

ઈલેક્ટ્રોનિક્સ આઈટમ અને સોનાની દાણચોરી બાદ હવે ડ્રગ્સનું નેટવર્ક
1990 પહેલા સલાયામાં ઈલેકટ્રોનિક્સ આઈટમ દાણચોરીથી લાવવામાં આવતી હતી. ત્યારબાદ હુડકામાં અન્ય માલ-સામાનની સાથે સોનું પણ લાવવામાં આવતું હતું. પોલીસ અને કસ્ટમની ધોંસના કારણે આ બન્ને પ્રવૃત્તિ પર અંકુશ મેળવવામાં મહંદઅંશે સફળતા મળી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી નાપાક તત્વોએ દેશદ્રોહી પ્રવૃત્તિ શરૂ કરી પાકિસ્તાનમાંથી ભારતમાં મોટાપાયે માદફ પદાર્થો ઘુસાડવાનું શરૂ કર્યું.

​​​​​​​ટોચની એજન્સીઓનું બાતમીનું નેટવર્ક નબળું પડતા તેમજ દરિયાઈ પેટ્રોલિંગ માટે ટાંચા સાધનોને કારણે ડ્રગ્સ આસાનીથી લઈ આવવામાં આવતું અને દેશના અલગ-અલગ રાજ્યમાં સપ્લાય પણ થઈ જતું. જો કે, છેલ્લા એક વર્ષથી હેરોઈન સહિતનું ડ્રગ્સ પકડવાની શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં જેટલું ડ્રગ્સ પકડાયું છે તે સલાયા આસપાસના દરિયાઈ વિસ્તારમાંથી જ જપ્ત થયું છે. ત્યારે આ પીક પોઈન્ટ પર હવે ચાંપતી નજર રાખવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...