તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છેલ્લા આઠ મહિનાથી પેરોલ જમ્પ થયેલા હરેન પંડ્યા મર્ડર કેસના આજીવન કેદના આરોપીને ગુજરાત એન્ટિ ટેરેરિસ્ટ સ્કવોડે (ATS) ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે જુહાપુરા વિસ્તારમાં આવતા જ ATSએ તેને પકડ્યો હતો. તે ગયા વર્ષે એપ્રિલની શરૂઆતમાં પેરોલ પર છૂટ્યો હતો અને જેલમાં પરત ફર્યો ન હતો.
18 જૂન 2020એ જેલમાં હાજર થવાનું હતું
કલીમ અહેમદ મોહમ્મદ હબીબ કરીમી (ઉ.વ.47) 1861 મુગલની પોળ, પાંચ પટ્ટી કાલુપુરના રહીશને સીબીઆઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોટા અને મર્ડર સહિતના ગુનામાં પાકા કેદીની અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો. તેણે ગઈ 8 એપ્રિલે 2020ના રોજ 70 દિવસની પેરોલ રજા પરત મુક્ત થયો હતો. દરમિયાન તેને 18 જૂન 2020ના રોજ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તે જેલમાં હાજર થયો ન હતો અને ફરાર થઈ ગયો હતો. આરોપીની હરેન પંડ્યા મર્ડર કેસમાં અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જેહાદી ષડયંત્રમાં અગાઉ અટક થયેલી છે અને હરેન પંડ્યા મર્ડર કેસમાં ઉંમર કેદની સજા થઈ છે.
મધ્યસ્થ જેલમાં સોંપવાની તજવીજ હાથ ધરાઈ
ATSના પોલીસ ઈન્સ્પેક્ટર સી આર જાદવ, પીઆઈ જી એસ દિક્ષીત, પીએસઆઈ કે એમ ભુવા અને કે એસ પટેલને બાતમી મળી હતી કે, કલીમ અહેમદ આજે જુહાપુરા ખાતે આવવાનો છે. જેથી ATSએ બાતમીના આધારે કલીમ અહેમદને જુહાપુરાથી ઝડપી પાડ્યો હતો. તેના કોરોના ટેસ્ટ કરીને અમદાવાદ મધ્યસ્થ જેલને સોંપવાની ATSએ તજવીજ હાથ ધરી છે.
2003માં હરેન પંડ્યાની હત્યા થઈ હતી
26 માર્ચ, 2003ના રોજ અમદાવાદના લો ગાર્ડન પાસે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કારમાં હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ આ હત્યા કેસમાં તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી એલ.કે અડવાણીએ અંડરવર્લ્ડની સંડોવણીની શંકા વ્યક્ત કરી હતી. આ હત્યાને પગલે એપ્રિલ, 2003માં હૈદરાબાદમાંથી અસગર અલી તથા ચાર અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 25 જૂન, 2007ના રોજ હરેન પંડ્યા હત્યા કેસમાં નવને આજીવન કેદ, બે આરોપીઓને સાત વર્ષની કેદ ફટકારવામાં આવી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.