તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ:ATSએ ઝડપેલો શાર્પશૂટર કોરોના પોઝિટિવ, 2006 બ્લાસ્ટ કેસમાં એક આરોપીને ઝડપતાં ATSએ પ્રેસ કોન્ફરન્સ રાખી

અમદાવાદ8 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 24 કલાકથી ઈરફાન ATS ઓફિસમાં છે અને અનેક અધિકારીઓ અને પોલીસકર્મી સાથે તે રહેલો છે

ભાજપના નેતા ગોરધન ઝડફિયાની દાઉદના ઈશારે છોટા શકીલ મારફતે હત્યાનું કાવતરું ઘડાયું હતું. જેમાં હત્યા માટે અમદાવાદ આવેલા શાર્પશૂટર ઈરફાન શેખની ગુજરાત ATSની ટીમે ધરપકડ કર્યા પહેલા કરાવેલો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા 24 કલાકથી ઈરફાન ATS ઓફિસમાં છે અને અનેક અધિકારીઓ અને પોલીસકર્મી સાથે ઈરફાન રહેલો છે. ત્યારે આજે ગુજરાત ATS અધિકારીઓએ 2006ના બ્લાસ્ટ કેસમાં એક આરોપી પકડ્યો હોવાની પ્રેસ કોન્ફરન્સ રાખી છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના 24 કલાક પણ નથી થયા છતાં ATSના અધિકારીઓ પ્રેસ રાખી જેનાથી શંકા ઉપજી રહી છે.

શાર્પશૂટરનો રિપોર્ટ પોઝિટિવ છતાં બીજા કેસમાં પ્રેસ કોન્ફરન્સ
ઈરફાન શેખને બુધવારે મોડી રાતથી ATSની ઓફિસમાં લાવવા આવ્યો હતો. બાદમાં તેની પૂછપરછમાં ખુદ DIG હિમાંશુ શુક્લા, DYSP રોજીયા અને કે.કે.પટેલ સહિતના અધિકારીઓ હતા. મીડિયા સમક્ષ પણ આરોપીને લાવવામાં આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં આજે અન્ય કેસમાં પ્રેસ કોન્ફરન્સ રાખતા અનેક સવાલ ઊભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો