એટીએસનો સપાટો:ATSએ વધુ 18 હથિયારો સાથે 9 લોકોની ધરપકડ કરી, અગાઉ સૌરાષ્ટ્રમાં ગેરકાયદે હથિયારનું વેચાણ થયું હતું

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ATS - Divya Bhaskar
ગુજરાત ATS
  • થોડા દિવસ અગાઉ જેલમાં રહી પેરોલ જમ્પ કરેલા આરોપીઓને 4ને હથિયાર સાથે ઝડપ્યા
  • ATSએ અલગ-અલગ ટીમ બનાવીને 9 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હતા

રથયાત્રા પૂર્વે ગુજરાત ATS એ થોડા દિવસ અગાઉ જ 28 ઇસમોને 60 હથિયાર સાથે ઝડપી પાડ્યા હતા. પરંતુ અન્ય ઈસમો પાસે પણ હથિયાર હોવાની ATSને જાણકારી હતી. ત્યારે ATSએ વધુ 9 ઇસમોને 18 હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. આ હથિયાર શા માટે રાખ્યા હતા તથા અત્યાર સુધી તેનો કોઈ ગુનામાં ઉપયોગ કર્યો છે કે નહીં, તે બાબતે ATSએ તપાસ હાથ ધરી છે. અગાઉ પકડાયેલા હથિયારોનું સૌરાષ્ટ્રમાં ગેરકાયદે વેચાણ થયું હતું.

ATSની ટીમોએ 9ને રાઉન્ડ અપ કર્યા હતા
ગુજરાત ATSએ થોડા દિવસ અગાઉ જેલમાં રહી પેરોલ જમ્પ કરેલા આરોપીઓને 4 હથિયાર સાથે ઝડપ્યા હતા. જેમાં આરોપીઓએ ગેરકાયદે હથિયાર લાવીને સૌરાષ્ટ્રમાં વેચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ATS એ અલગ-અલગ જગ્યા પર એક સાથે ઓપરેશન હાથ ધરીને 28 લોકોને 60 ગેરકાયદે હથિયાર સાથે પકડ્યા હતા. આ ઉપરાંત અન્ય લોકોને પણ હથિયાર વેચ્યા હોવાની માહિતી હતી. જેના આધારે ATSએ અલગ-અલગ ટીમ બનાવીને 9 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હતા અને તેમની પાસેથી 18 હથિયાર કબ્જે કર્યા હતા.

પકડાયેલા આરોપીઓ
1. સિધ્ધરાજભાઇ કનુભાઇ ચાવડા ઉ. વ.19, ધંધો-અભ્યાસ, રહે. વિષ્ણુપ્રેસ, આનંદધામ બંગ્લોઝ, પાળીયાદ રોડ, બોટાદ, મુળ વતનઃ ગામ આંકડીયા, તા. જસદણ, જિ.રાજકોટ
2. મહેન્દ્રભાઇ ગભરૂભાઇ ખાચર, ઉ.વ.22, ધંધો-વેપાર, રહે. બ્લોક નં.37, અજય બંગ્લોઝ, સર્વોદય સોસાયટી, તરણેતર રોડ, માત્રા બાપુના બંગ્લોઝની બાજુમાં, થાનગઢ, તા-થાન, જિ-સુરેન્દ્રનગર
૩. કિશોરભાઇ નકુભાઇ ધાંધલ, ઉ.વ.30, ધંધો-ડ્રાઇવિંગ રહે. રહે. મ.નં.23, વિવેકાનંદ સોસાયટી, તા.જિ.બોટાદ
4. મહાવીરભાઇ ધીરુભાઇ ધાંધલ, ઉ.વ.28, ધંધો-ખેતીકામ, રહે.બ્રાહ્મણ સોસાયટી, જૈન દેરાસરની પાછળ, પાળીયાદ રોડ, તા.જિ.બોટાદ
5. જયરાજભાઇ બાબભાઇ ખાચર, ઉ.વ.25, ધંધો-ખેતીકામ, રહે.ધર્મશાળા વિસ્તાર, સારંગપુર, તા.બરવાળા, જિ.બોટાદ
6. મહેન્દ્ર મંગળુભાઇ ખાચર, ઉ.વ.24, ધંધો-ખેતીકામ, રહે. ગામઃબરવાળા, ડાભી શેરી વિસ્તાર, તાઃ જસદણ, જિ.રાજકોટ
7. રાજુભાઇ ઝીલુભાઇ જળું, ઉ.વ.32, ધંધો-ડ્રાઇવિંગ, રહે. ગામઃસુદામડા, તા: સાયલા, જિ.સુરેન્દ્રનગર
8. રાજવીર ઝીલુભાઇ, ઉ.વ.22, ધંધો-ખેતીકામ, રહે. ગામ થાનગઢ, રવિનગર, ઝાલાવાડ પોટ્રીની સામે, તા.થાનગઢ, જિ.સુરેન્દ્રનગર
9. વિપુલ રમેશભાઇ ગાડલીયા, ઉ.વ.20, ધંધો-ખેતીકામ, રહે. ગામઃસુદામડા, તા: સાયલા, જિ.સુરેન્દ્રનગર

અત્યાર સુધીમાં 78 હથિયાર, 18 કારતૂસ જપ્ત
એટીએસની ટીમે શરૂઆતમાં 4 હથિયાર પકડ્યાં હતાં. ત્યાર બાદ 2 આરોપીઓની પૂછપરછમાં એક પછી એક એમ કુલ 37 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 78 ગેરકાયદે હથિયાર તથા 18 કારતૂસ કબજે કર્યાં હતાં. આ ગુનામાં હજુ તપાસ ચાલી રહી છે, જેમાં હજુ હથિયારો મળવાની સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...