ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા, છાત્ર સંસદ અને ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન સ્કૂલના સહયોગથી અમદાવાદમાં સરદાર પટેલ સ્મારક ખાતે ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી યુવા સંસદનો આજથી આરંભ થયો છે. તારીખ 8 જાન્યુઆરી સુધી ચાલનારી આ કોન્ફરન્સમાં 10 શહેરોની 52 સંસ્થાઓના 550થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચના ચેરપર્સન સીએ બિશન શાહે જણાવ્યું હતું કે, છાત્ર સંસદમાં વર્તમાન બાબતોના કાયદા અંગે યુથ દ્વારા ચર્ચા થશે. આ છાત્ર સંસદમાં 900થી પણ વધુ સહભાગીઓ ભાગ લઈ રહ્યા છે.
છાત્ર સાંસદમાં વિવિધ મહાનુભાવોએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. જેમાં ઓમ બિરલા સ્પીકર, કૈલાશ વિજયવર્ગીય-રાષ્ટ્રીય મહાસચિવ, ભારતીય જનતા પાર્ટી, CA અનિકેત તલાટી-વાઇસ પ્રેસિડેન્ટ, ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા, જસ્ટિસ કેજી બાલક્રિષ્નન-ભારતના 37માં મુખ્ય ન્યાયાધીશ, ડૉ. કિરણ બેદી-ભારતના પ્રથમ મહિલા IPS અધિકારી, એમએસ બિટ્ટા-ઝિંદા શહીદ, અધ્યક્ષ-ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિઝમ ફ્રન્ટ, એર માર્શલ અનિલ ખોસલા (નિવૃત્ત)-ભારતીય વાયુસેનાના 42માં વાઇસ ચીફ, ચારુ પ્રજ્ઞા-નેશનલ મીડિયા પેનલિસ્ટ-ભારતીય જનતા પાર્ટી, ચિરંજીવ પટેલ- MD અને CEO, પીસી સ્નેહલ ગ્રુપ ઓફ કંપનીઝનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.