તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાયલ રોહતગી વિવાદ:20 જૂને સોસાયટીના સભ્યોની મીટિંગમાં શું બન્યું હતું? એક્ટ્રેસે સો.મીડિયોમાં પોસ્ટ કરેલો વીડિયો સામે આવ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
એક્ટ્રેસ પાયલ રોહતગી
  • એક્ટ્રેસે મીટિંગ દરમિયાન ઉતારેલો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો
  • સેટેલાઈટની સુંદરવન સોસાયટી ગેરકાયદેસર હોવાનો આક્ષેપ કર્યો

બોલિવૂડની એક્ટ્રેસ પાયલ રોહતગી ફરી પર અભદ્ર અને બીભત્સ ભાષામાં કૉમેન્ટ લખી ડિલિટ કરી હોવાનો આક્ષેપ છે. સાથે તેણે સોસાયટીની મીટિંગમાં સભ્ય ન હોવા છતાં સભ્યો સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી ઉપરાંત ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યાનો આક્ષેપ લાગ્યો હતો. એવામાં સોસાયટીના ચેરમેને નોંધાવેલી ફરિયાદના આધારે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક્ટ્રેસે મીટિંગ દરમિયાન ઉતારીને પોસ્ટ કરેલો વીડિયો સામે આવ્યો છે. 5 દિવસ પહેલા એક્ટ્રેસે સોસાયટીની મીટિંગના વીડિયો પોસ્ટ કર્યા હતા, જેમાં તેનો સભ્યો સાથે તકરારનો સામે આવી છે.

20 જૂને સોસાયટી મીટિંગમાં થઈ હતી તકરાર
વીડિયોમાં જોઈ શકાય છે કે, 20મી જૂને સોસાયટીના સભ્યો વચ્ચે મીટિંગ ચાલી રહી છે. આ દરમિયાન પાયલ રોહતગી પણ ત્યાં હાજર છે. તે મીટિંગનો વીડિયો ઉતારી રહી છે, જોકે સોસાયટીના સભ્યો તેને વીડિયો ન ઉતારવા માટે કહી રહ્યા છે. જોકે એક્ટ્રેસ શૂટ ચાલુ રાખે છે. આ દરમિયાન તે મીટિંગમાં બોલવા માઈક માંગે છે, જોકે તેને કહેવામાં આવે છે કે, સોસાયટીના સભ્યોને જ બોલવાનો અધિકાર છે. એક્ટ્રેસ પોતાના પિતા વતી મીટિંગમાં આવી હોવાનું જણાવે છે. જોકે સોસાયટીના સભ્યો મીટિંગનો વીડિયો ઉતારવાની વાતનો વિરોધ કરતા દેખાઈ રહ્યા છે.

સુંદરવન એપાર્ટમેન્ટની ફાઈલ તસવીર
સુંદરવન એપાર્ટમેન્ટની ફાઈલ તસવીર

એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યા
આ વીડિયો બાદ એક્ટ્રેસે અન્ય ઘણા વીડિયો પોસ્ટ કરીને સોસાયટીના સભ્યો વિરુદ્ધ આક્ષેપો કર્યા છે. તેણે વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'સેટેલાઈટની સુંદરવન સોસાયટી ગેરકાયદેસર છે, આથી મોટાભાગના લોકો અહીં નિયમો બનાવી શકે નહીં. જો આ ફૂટેજ પ્રાઈવસીના અધિકારનું હનન કરે તો તેને ડિલીટ કરાવવા માટે કોર્ટમાંથી ઓર્ડર લઈ આવો.'

પાયલ રોહતગીએ પોસ્ટ કરેલા વીડિયોનો સ્ક્રીનશોટ
પાયલ રોહતગીએ પોસ્ટ કરેલા વીડિયોનો સ્ક્રીનશોટ

સેટેલાઈટમાં માતા-પિતા સાથે ફ્લેટમાં રહે છે એક્ટ્રેસ
ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાયલ રોહતગી સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને એ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.​​ પ્રાપ્ત વિગતો મુજબ, સેટેલાઈટ સુંદરવન એપાર્ટમેન્ટમાં એક્ટ્રેસ પાયલ રોહતગી તેનાં માતા-પિતા સાથે રહે છે. ફલેટમાં ડોકટર પરાગભાઇ શાહ રહે છે. તેઓ સોસાયટીમાં છ મહિનાથી ચેરમેન છે. 20મી જૂનના દિવસે સોસાયટીના સભ્યોની એજીએમ (મીટિંગ) હતી. એમાં સોસાયટીના સભ્યોને બોલાવવામાં આવ્યા હતા.

સોસાયટીની મીટિંગમાં સભ્યો સાથે ગાળાગાળી કરી
જોકે પાયલ સભ્ય ન હોવા છતાં બેઠકમાં આવી હતી, જેથી ચેરમેને તેને કહ્યું હતું કે તમારાં માતા-પિતા સભ્ય છે. તમારાં માતા હાજર છે, તમે સભ્ય ન હોવાથી વચ્ચે ન બોલશો. આમ કહેતાં જ પાયલે સભ્યો સાથે બીભત્સ ભાષામાં વાત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે જ પાયલ રોહતગીએ વીડિયો-રેકોર્ડિંગ શરૂ કર્યું હતું.

વ્હોટ્સએપ ગ્રુપમાં બીભત્સ મેસેજ મૂક્યા
એક્ટ્રેસે સોસાયટીના વ્હોટ્સએપ ગ્રુપમાં પણ અભદ્ર અને બીભત્સ મેસેજ મૂક્યા હતા, જેમાં સભ્યોની ટકોર બાદ એને ડિલિટ કર્યા હતા. પાયલે માર્ચ મહિનાથી ઈન્સ્ટાગ્રામ પર સોસાયટીના જે સભ્યોને ચાર-પાંચ બાળકો હોય તેમના પર વીડિયો અપલોડ કરી હિન્દી ભાષામાં કહ્યું હતું કે "ફેમિલી પ્લાનિંગ નથી કરતા. અમારા સોસાયટીમાં અમુક લોકો ફેમિલી પ્લાનિંગ વિશે વિચારતા નથી. હમારી સોસાયટી કા ચેરમેન હૈ વો ગુંડાગીરી કરતા હૈ." પાયલે આવી પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર મૂકી હતી.

પાયલ રોહતગીએ પોસ્ટ કરેલો વીડિયો અહીં જુઓ