શિક્ષણ:ડિગ્રી એન્જિનિયરિંગ બીજા રાઉન્ડના અંતે 25621 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ડિગ્રી એન્જિનિયરિંગ માં પ્રવેશ પ્રક્રિયામાં બીજા રાઉન્ડ નું એલોટ મેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં એન્જીન્યરીંગ ના બીજા રાઉન્ડનાં અંતે 25621 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવા આવ્યો છે.કુલ 51406 બેઠકોમાંથી 25621 બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.આ બેઠકોમાં મેનેજમેન્ટ બેઠકોનો સમાવેશ થતો નથી.પ્રવેશ કંફોર્મ કરાવવા 12 ઓકટોબર સુધીમાં વિદ્યાર્થીએ ટોકન ફી ભરવાની રહેશે.આ રાઉન્ડ બાદ ખાલી પડેલ બેઠકની વિગત 14 ઓકટોબર જાહેર કરવામાં આવશે.

મિકેનિકલ એન્જનિયરિંગ કુલ 8253 બેઠકમાંથી 2225 પર પ્રવેશ ફાળવવામાં આવ્યો,કોમ્યુટર એન્જીન્યરીંગ માં 7749માંથી 5818 બેઠક પર,સિવિલમાં 7397માંથી 2193, ઇલેક્ટ્રિકલમાં 4999માંથી 1762 ,ઇન્ફોર્મેશન ટેકનલોજીમાં 4657માંથી 3354,ઇલેક્ટ્રિક અને કોમ્યુનિકેશન માં 2588માંથી 1498,કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીન્યરીંગ માં 2376માંથી 1954,કેમિકલ એન્જિનિયર માં 2100માંથી 1254,ઓટોમોબાઇલ માં 1408 માંથી 229,ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી માં 618માંથી 471 અને IC એન્જીન્યરીંગ માં 577 માંથી 316 બેઠક પર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.