પ્રવેશ પ્રક્રિયા:ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ રાઉન્ડના અંતે 14576 સીટ જ ભરાઈ, હજુ 24738 સીટ ખાલી રહી

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત બોર્ડના 26182 સીટ માટે પ્રવેશ એલોટ કરવામાં આવ્યો હતો

ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ, બીબીએ, બેસીએ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ સંપૂર્ણ પૂર્ણ થયો છે.પ્રથમ રાઉન્ડમાં 39,300 સીટ માંથી 14576 સીટ જ ભરાઈ હતી જેથી પ્રવેશ માટે બીજો રાઉન્ડ શરું કરવામાં આવ્યો છે.બીજા રાઉન્ડમાં બાકી રહેલ 24738 સીટ પર પ્રવેશ આપવામાં આવશે જે માટે વિદ્યાર્થીઓએ મેરીટ આધારે જ કોલેજ પસંદ કરવાની રહેશે તો તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે.

ગુજરાત યુનિવર્સિટી માં બીકોમ,બીબીએ,બેસીએ માં પ્રથમર રાઉન્ડમાં ગુજરાત બોર્ડની 35383 સીટ અને અન્ય બોર્ડની 3598 સીટ પર પ્રવેશ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાત બોર્ડના 26182 સીટ માટે પ્રવેશ એલોટ કરવામાં આવ્યો હતો પરંતુ 14243 વિદ્યાર્થીઓએ જ ટોકન ફી ભરીને પ્રવેશ કનફોર્મ કરાવ્યો હતો જ્યારે અન્ય બોર્ડમાં 561 વિદ્યાર્થીઓએ કોલેજ એલોટ કરવામાં આવી હતી પરંતુ 384 વિદ્યાર્થીઓએ ટોકન ફી ભરી હતી અને તેમાંથી માત્ર 333 વિદ્યાર્થીઓએ જ કોલેજ જઈને પ્રવેશ કનફોર્મ કરાવ્યો હતો.આમ પ્રથમ રાઉન્ડના અંતે ગુજરાત બોર્ડની 21140 અને અન્ય બોર્ડની 3598 સીટ મળીને કુલ 24738 સીટ ખાલી રહી છે.

આ અંગે એડમિશન કમિટીના કન્વીનર જશવંત ઠક્કરે જણાવ્યું હતું કે પ્રથમ રાઉન્ડમાં 12,000 વિદ્યાર્થીઓએ કોલેજ જ ફાળવવામાં આવી નથી જેનું કારણ છે વિદ્યાર્થીઓએ મેરીટ ઓછું હોવા છતાં મેરીટ કરતા ઉચ્ચ કક્ષાની કોલેજ પસંદ કરી હતી જેથી બીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓ પોતાના મેરીટના આધાર એક કોલેજ પસંદ કરે તો એડમિશન મળી જશે.

અન્ય સમાચારો પણ છે...