બોગસ બિલકાંડ:સુરત બોગસ બિલકાંડના છેડા અમદાવાદ પહોંચ્યા

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • GSTએ હવાલાની પણ તપાસ શરૂ કરી

સુરત ખાતે જીએસટીના બોગસ બિલિંગના રૂ. 1200 કરોડના કૌભાંડની તપાસમાં હવાલાથી નાણાં અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર ખાતે નાણાં મોકલ્યા હોવાનું વિગતો જાણવા મળી છે. જેને લઇને હવાલાથી થયેલા વ્યવહારોની તપાસ કરવા માટે અમદાવાદમાં ધમધમાટ શરૂ થયો છે.

ટૂંક સમયમાં હવાલાથી નાણાં લેનાર બોગસ બેઢીઓના નામ જાહેર થાય તેવી શકયતા છે. બોગસ બિલિંગના કૌભાંડીઓ બીલ બનાવ્યા બાદ લેવામાં આવતી આઇટીસીના નાંણા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાના બદલે હવાલાથી મોકલ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...