• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • At The Airport, Passengers Will Be Able To Walk From The Walkway To The Taxi Parking Lot; The Walkway Near The Terminal Will Be Open By The End Of The Week

સુવિધા:એરપોર્ટ પર પેસેન્જરો વોકવેથી ટેક્સી પાર્કિંગ સુધી જઈ શકશે; સપ્તાહના અંત સુધીમાં ટર્મિનલ પાસેનો વોકવે ખુલ્લો મુકાશે

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પેસેન્જર ટેક્સી કે રિક્ષા બુક કર્યા બાદ વોકવે દ્વારા પાર્કિંગ પ્લોટ સુધી જઈ શકાશે. - Divya Bhaskar
પેસેન્જર ટેક્સી કે રિક્ષા બુક કર્યા બાદ વોકવે દ્વારા પાર્કિંગ પ્લોટ સુધી જઈ શકાશે.

અમદાવાદ એરપોર્ટ પર આવતા પેસેન્જરોને ટેક્સી કે રિક્ષા પકડવા એરાઈવલ ગેટની સામે જ ઊભાં રહેવું પડતું હોવાને કારણે ભીડ થઈ જાય છે. આ ભીડ ન થાય અને લોકોને સરળતાથી ટેક્સી કે રિક્ષા મળી રહે તે માટે હાલ એરપોર્ટ મેનેજમેન્ટ ટર્મિનલ બિલ્ડિંગથી પાર્કિગ સુધી વોકવે તૈયાર કરી રહ્યું છે. જેના પગલે ઉનાળાના આકરા તાપ અને ચોમાસામાં વરસાદથી જનતાને રક્ષણ મળી રહેશે. હાલ વોકવેની કામગીરી ચાલુ છે, જે પૂર્ણ થયા બાદ આ સપ્તાહના અંત સુધીમાં જનતા માટે તે ખુલ્લો મૂકી દેવાય તેવી શક્યતા છે.

પેસેન્જરો એરાઈવલ ગેટથી નીકળી ટેક્સી કે રિક્ષા માટે બહાર ઊભાં રહે છે. ટેક્સી કે રિક્ષાની રાહ જોતાં ત્યાં જ ઊભા રહેવું પડે છે. આ સંજોગોમાં એરાઈવલ ગેટ સામે ભીડ થઈ જાય છે. હવે એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા ખાનગી ટેક્સી અને રિક્ષાચાલકોને અલગ અલગ પાર્કિંગ પ્લોટ ફાળવાઈ રહ્યા છે. પેસેન્જર ટેક્સી કે રિક્ષા બુક કર્યા બાદ વોકવે થઈ પાર્કિંગ પ્લોટ સુધી જશે અને ત્યાંથી જે-તે ટેક્સી કે રિક્ષામાં બહાર નીકળી જશે.

અન્ય સમાચારો પણ છે...