તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવ વધારો:અમદાવાદ એરપોર્ટ પર અદાણીએ કાર પાર્કિંગનો સમય ચોથા ભાગનો કરી રૂ.10 વધાર્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 એપ્રિલથી અમલ, 2 કલાકનો કાર પાર્કિંગ ચાર્જ રૂ.80 હતો, હવે 30 મિનિટ માટે રૂ.90

અમદાવાદ એરપોર્ટનું સંચાલન સંભાળતી અદાણીએ 1 એપ્રિલથી વાહનોના પાર્કિંગ ચાર્જમાં વધારો કર્યો છે. અદાણીએ પહેલા અડધો કલાક માટે કાર પાર્કિંગનો ચાર્જ રૂ.80થી વધારી 90 કર્યો છે. અગાઉ 2 કલાક કાર પાર્ક કરવાનો ચાર્જ રૂ.80 હતો. આમ કારના પાર્કિંગ ચાર્જનો સમય લગભગ ચોથા ભાગનો કરી દેવાયો છે અને રૂ.10નો વધારો કરાયો છે. કાર પાર્કિંગ માટે પહેલા અડધો કલાક પછી પ્રત્યેક 2 કલાક અને 24 કલાક સુધીના પાર્કિંગ ચાર્જ નક્કી કરાયા છે.

એરપોર્ટ પર 2 કલાક કાર પાર્ક કરવા માટે રૂ. 150 ચાર્જ ચૂકવવો પડશે. ટુ-વ્હીલર હશે તો પહેલી 30 મિનિટના રૂ.30 જ્યારે 2 કલાક માટે રૂ.80 પાર્કિંગ ચાર્જ રાખવામાં આવ્યો છે. કાર્ગો ટ્રાફિક માટેના પાર્કિંગ ચાર્જમાં કાર, ઓટો અને ટેમ્પો માટે 4 કલાક સુધી રૂ.150 જ્યારે ટુ-વ્હીલર માટે રૂ.100 ચૂકવવા પડશે. મંથલી પાર્કિંગ પાસના ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

એરપોર્ટના નો-પાર્કિંગ એરિયામાં પાર્ક થયેલા વાહનો જપ્ત કરી અત્યાર સુધી રૂ.400 પેનલ્ટી લેવાતી હતી જે હવે રૂ.1 હજાર કરાઈ છે. ટુ-વ્હીલર માટે આ પેનલ્ટી રૂ.500 છે.

વાહનોના પાર્કિંગ ચાર્જ

વાહનપ્રથમ 30 મિનિટ2 કલાક
કોચ-બસરૂ. 500રૂ. 800
ટેમ્પો-મિનિ બસરૂ. 300રૂ. 500
પ્રાઈવેટ કારરૂ. 90રૂ. 150
કોમર્શિયલ કારરૂ. 90રૂ. 150
ટુ-વ્હીલરરૂ. 30રૂ. 80

કાર્ગોના વાહનનો ચાર્જ

વાહન4 કલાક માટે2 કલાક વધારે
કાર, ઓટો, ટેમ્પોરૂ. 150રૂ.100
ટ્રકરૂ. 200રૂ.100
ટુ-વ્હીલરરૂ.100રૂ.50

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો