BSFની કાર્યવાહી:એરપોર્ટ પર બેગમાં બુલેટ સાથે એક પેસેન્જર ઝડપાયો, મોટેરાના રહેવાસીની ધરપકડ કરાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર

અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર બેગમાં ગનની 1 બુલેટ લઇને જતો પેસેન્જર પકડાયો હતો. આથી એરપોર્ટ પોલીસને તાત્કાલિક બોલાવી પેસેન્જર વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરાઇ હતી.

ગાંધનગર બીએસએફ કેમ્પમાં 33 વર્ષીય દીપેશકુમાર યાદવ રહે છે. 3 જૂને રાત્રે 3 વાગે દીપેશકુમાર ડોમેસ્ટિક એરપોર્ટ પર સિક્યુરિટી સ્ક્રીનર તરીકે ફરજ બજાવતા હતાં. એ વખતે ઈન્ડિગોની ફલાઇટ અમદાવાદથી દિલ્હી જવાની હતી. જેના પેસેન્જરોની શારીરિક તેમજ લગેજ ચકાસણી કરવામાં આવી રહી હતી ત્યારે મોટેરા બિલ્ડિંગ એતુ સ્કારલેંટમાં રહેતા 35 વર્ષીય મનવીર કોહલીની બેગમાંથી ગનની એક બુલેટ મળી આવી હતી.

તેમની પાસે બુલેટનું લાઈસન્સ માગતા મનવીર કોહલીએ પોતાના બચાવમાં કહ્યું હતું કે, મારી સિક્યુરિટી માટે 1 પર્સનલ સિક્યુરિટી ઓફિસર રાખેલ છે. જેની પાસે લાઇસન્સવાળી ગન છે અને એણે મારી બેગમાં ભૂલથી આ બુલેટ મુકી દીધેલ છે. જેથી એરપોર્ટ સ્ટાફે પોલીસને બોલાવી ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...