મુશ્કેલી:એરપોર્ટ પર 160 પેસેન્જરે બસ માટે 20 મિનિટ રાહ જોવી પડી, લખનઉથી આવ્યા પછી ટર્મિનલ જવા માત્ર એક બસ હતી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર
  • પેસેન્જરોએ વિમાનના એન્જિન પાસે સેલ્ફી ખેંચી સમય પસાર કર્યો

લખનઉથી અમદાવાદની ઈન્ડિગોની ફ્લાઈટ 6ઈ 6968 શુક્રવારે રાતે 160 પેસેન્જરો સાથે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા પછી પેસેન્જરોને ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ જવા માટે એરલાઈન્સે એક જ બસની સુવિધા પૂરી પાડતા પેસેન્જરોને બહાર નીકળવા 20 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. પેસેન્જરો ફ્લાઈટના એન્જિન પાસે ઉભા રહ્યા હતા અને કેટલાકે સેલ્ફી ખેંચી ટાઈમ પસાર કર્યો હતો.

એક પેસેન્જરે કહ્યું, લખનઉથી થોડી મોડી ઉપડ્યા બાદ આ ફ્લાઈટ રાતે 8.30 વાગે અમદાવાદ પહોંચી હતી. ફ્લાઈટ એરોબ્રિજથી દૂર પાર્ક થઈ હતી. પેસેન્જરોને ટર્મિનલ સુધી લઈ જવા 3 બસની જરૂર હતી પણ એરલાઈન્સને એક જ બસ મોકલી હતી. બીજી બસ 15 મિનિટ પછી અને ત્રીજી બસ 20 મિનિટ પછી એરક્રાફ્ટ પાસે પહોંચતા પેસેન્જરોને એન્જિન પાસે ઉભા રહેવાનો વારો આવ્યો હતો.

ટ્રુજેટની તમામ ફ્લાઈટ 22મી સુધી રદ
જેસલમેર, કેશોદ, પોરબંદર, નાસિક, કંડલા, જલગાંવ માટે અમદાવાદથી દરરોજ 12 જેટલી ફ્લાઈટનું સંચાલન કરતી એરલાઈન્સ ટ્રુજેટની તમામ ફ્લાઈટો 22 નવેમ્બર સુધી કેન્સલ કરી દેવાઇ છે. જેના પગલે બે દિવસ દરમિયાન આ ફ્લાઈટોમાં બુકિંગ કરાવનાર 1500 જેટલા પેસેન્જરોની ટિકિટ કેન્સલ કરી દેતાં એરલાઈન્સે પેસેન્જરોને ટિકિટ ભાડું રિફંડ કરવાનો વારો આવ્યો છે. હવે આ એરક્રાફ્ટને સંચાલનમાં લેતા પહેલા ડીજીસીએની મંજૂરી જરૂરી છે. સોમવારે ડીજીસીએની ટીમ મંજૂરી આપે ત્યારબાદ જ હવે 23 નવેમ્બરથી ફ્લાઈટોનું સંચાલન ફરી શરૂ થાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...