વિસરાતી કળાને સાચવવાનો પ્રયાસ:અમદાવાદ એરપોર્ટ પર માતાની પછેડી અને ખાવડા આર્ટ સાચવવાનો પ્રયાસ, કલાકારોના માર્ગદર્શનમાં પેસેન્જરો ચિત્ર દોરી સાથે લઈ જઈ શકશે

અમદાવાદ3 મહિનો પહેલા
એરપોર્ટ પર ચિત્ર દોરી રહેલા પેસેન્જરોની તસવીર
  • એરપોર્ટ પર પહેલીવાર આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો

વિશ્વભરમાં જાણીતા તહેવાર નવરાત્રિની અમદાવાદ એરપોર્ટ પર આ વખતે ખાસ અંદાજમાં ઉજવણી કરવામાં આવી હતી. એરપોર્ટ પર ગરબાના આયોજન સાથે વિસરાતી જતી માતાની પછેડી અને ખાવડાની કળાને સાચવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો. સાથે જ આ કળાથી દેશ-વિદેશના પેસેન્જરોને માહિતગાર કરવાનો પ્રયાસ કરાયો હતો.

આજના આધુનિક સમયમાં જૂની કળાઓ વિસરાઈ રહી છે. જેને બચાવવાના ભાગ રૂપે જ એરપોર્ટ પર પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં કલાકારોએ માતાની પછેડી અને ખાવડા આર્ટના ચિત્રો દોર્યા હતા. એરપોર્ટ પર પહેલીવાર આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

પેસેન્જરો જાતે દોરેલા ચિત્રો સાથે લઈ જઈ શકશે
પેસેન્જરો જાતે દોરેલા ચિત્રો સાથે લઈ જઈ શકશે

આ દરમિયાન ત્યાં ઉપસ્થિત કલાકારોએ આ કળા વિશે પેસેન્જરોને અવગત કર્યા હતા અને પેસેન્જરોએ જાતે જ ચિત્ર દોર્યા હતા. પેસેન્જરો દ્વારા દોરાયેલા આ ચિત્રો તેઓ પોતાની સાથે લઈ જઈ શકે તેવી પણ વ્યવસ્થા એરપોર્ટ પર કરવામાં આવી હતી. નવી કળા વિશે જાણીને પેસેન્જરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.