તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઇબર ક્રાઇમ:બોપલની સત્યમેવ સ્કૂલમાં ફીનો ખોટો મેઇલ બાજુની સ્કૂલના પૂર્વ વાઇસ પ્રિન્સિપાલે જ કર્યો હતો

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ડમી આઈડી ખોલી સ્કૂલને ખોટો એફઆરસી ઓર્ડર મેઇલ કર્યો હતો
 • સ્કૂલને કામકાજમાં મદદ કરતા, નોકરીએ ન રાખતા ફેક લેટર લખ્યો

બોપલની સત્યમેવ જયતે સ્કૂલને ખોટો એફઆરસી ઓર્ડર મેઇલ કરવાના મુદ્દે બાજુની સ્કૂલના ભૂતપૂર્વ વાઇસ પ્રિન્સિપાલનું નામ સામે આવ્યું છે. સાઇબર ક્રાઇમે ઇ-મેઇલની તપાસ કરતા બનાવટી મેઇલ સંજીવ ઈસાઇએ કર્યો હોવાનો ખુલાસો થયો છે.

બોપલની સત્યમેવ જયતે સ્કૂલ સામે વાલીઓએ ફરિયાદ કરી હતી કે, સ્કૂલ એફઆરસીએ નક્કી કરેલી ફી કરતાં વધુ વસૂલી રહી છે, જેથી એફઆરસીએ સ્કૂલને સુનાવણી માટે બોલાવી હતી. સુનાવણી દરમિયાન સ્કૂલે એફઆરસીનો ઓર્ડર રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે સ્કૂલ એફઆરસીના ઓર્ડર પ્રમાણે જ ફી લઇ રહી છે, પરંતુ ઓર્ડરની તપાસ કરતા આ પ્રકારનો કોઇ ઓર્ડર એફઆરસીએ મોકલ્યો ન હોવાનું સામે આવ્યું હતું.

સમગ્ર મુદ્દે સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ કરાતા સ્કૂલના સરકારી કામમાં સ્કૂલ મેનેજમેન્ટને માર્ગદર્શન આપતા સંજીવ ઈસાઇએ જ આ મેઇલ કર્યો હોવાનું જાહેર થયું હતું. સ્કૂલના એકાઉન્ટન્ટ સંજીવ પટેલે જણાવ્યું હતું કે, સંજીવ ઈસાઈએ સ્કૂલમાં નોકરી માટે વારંવાર પ્રયત્નો કર્યા હતા. ઉપરાંત તે સ્કૂલમાં વિવિધ પ્રવૃત્તિઓ માટે પણ માર્ગદર્શન આપતો હતો. નોકરી માટે વારંવાર પ્રયત્નો કર્યા બાદ સ્કૂલ મેનેજમેન્ટે તેમની તપાસ કરાવતા માલુમ પડ્યું હતું કે તેમની કાર્યવર્તણૂક બરાબર ન લાગતા તેઓને નોકરી પર રાખ્યા ન હતા. તેથી સ્કૂલને બદલાના ઈરાદે આ કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો