તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:અમદાવાદમાં હાલ અસારવા સિવિલમાં 236 અને સોલા સિવિલ હોસ્પિટલમાં 59 દર્દીઓ સારવાર હેઠળ દાખલ છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલ ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
સિવિલ હોસ્પિટલ ( ફાઈલ ફોટો)
  • 8 દર્દીઓ વેન્ટિલેટર પર અને 25 દર્દીઓ હાલ ઓક્સિજન પર છે

અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. શહેરની હોસ્પિટલમાં પણ હાલ દરેક પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે હોસ્પિટલમાં સ્ટાફ અને દરેક પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આજે અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સ્થિતિ જાણવા દિવ્યભાસ્કર દ્વારા તપાસ કરવામા આવતા અસારવા સિવિલમાં 236 અને સોલા સિવિલમાં 59 દર્દીઓ સારવાર હેઠળ છે. અસારવા સિવિલમાં હાલમાં 8 દર્દીઓ વેન્ટિલેટર પર અને 25 દર્દીઓ ઓક્સિજન પર છે. સોલા સિવિલમાં કોઈપણ દર્દી ગંભીર પરિસ્થિતિમાં હોય તેવું જાણવા નથી મળ્યું.

હોસ્પિટલોમાં તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી
શહેરમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં હોસ્પિટલોમાં તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. હાલમાં હોસ્પિટલોમાં સ્ટાફ અને વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. તે ઉપરાંત 920 બેડની વ્યવસ્થા પણ કરવામા આવી છે. જો દર્દીઓની સંખ્યા હજી વધારે પ્રમાણમાં વધે તો તેમને ઓકયુપાય કરવામાં આવશે. સંક્રમણના વધારાની વચ્ચે હવે ટેસ્ટિંગ અને ટ્રેસિંગની સાથે વેક્સિનેશન પર પણ ભાર મુકવામા આવ્યો છે.

દર્દીઓ વધે તો તેની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે
દર્દીઓ વધે તો તેની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે

અમદાવાદમાં કોરોનાનો ગ્રોથ 1000 ટકાને પાર
શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણથી લોકોમાં ફરી એકવાર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત 5 દિવસથી દરરોજ 500ની આસપાસ પોઝિટિવ દર્દીઓ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સાથે જ માત્ર એક જ મહિનામાં અમદાવાદમાં કોરોનાનો દૈનિક ગ્રોથ 1000 ટકાને પાર થયો છે. ગત મહિને શહેરમાં માત્ર 40ની આસપાસ કેસ નોંધાતા હતા. પરંતુ હાલની સ્થિતિમાં કેસની સંખ્યા ડબલ કરતા પણ વધી ગઈ છે. સાથે જ ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા પણ ઘટી છે. અમદાવાદ બાદ સૌથી વધુ કોરોનાનું સંકટ સુરત પર જોવા મળ્યું છે.

શું છે અમદાવાદની હાલની સ્થિતિ?
એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. સતત રોજના 500થી વધારે કેસ નોંધાઈ રહ્યા. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 514 નવા કેસ અને 461 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,340 પર પહોંચ્યો છે. અગાઉ 16 મેના રોજ અમદાવાદમાં હાઈએસ્ટ 973 કેસ નોંધાયા હતા. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 68,377 થયો છે. જ્યારે 64,271 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અને કોરોનાના કારણે 2284 લોકોના મોત નિપજ્યાં છે.

વેક્સિનેશન પર ભાર મુકવામાં આવ્યો
વેક્સિનેશન પર ભાર મુકવામાં આવ્યો

સંક્રમણ વધવા પાછળ શું કારણ?
સંક્રમણમાં ઘટાડો થતા સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂમાં જેમ ધીરે-ધીરે છૂટછાટ આપવામાં આવી તેમ જ મોટી સંખ્યામાં લોકો હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ખાણી-પીણી સહિતમાં ભીડ કરતા નજરે પડ્યા હતા. જ્યાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો સૌથી વધુ ભંગ થતો જોવા મળ્યો હતો. સાથે જ પોલીસની પણ કેટલાક વિસ્તારોમાં બેદરકારી જોવા મળી હતી. રાત્રિ કર્ફ્યૂ જોવા છતા કેટલાક વિસ્તારોમાં લોકો બેફામ ફરતા હોય છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ તમામ બાબતો કોરોના સંક્રમણ વધારવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો