તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • At One Time About 200 Whale Sharks Were Hunted Off The Coast Of Saurashtra Every Year, Not A Single Case Of Poaching In The Last 15 Years.

વિશ્વ પર્યાવરણ દિવસ:એક સમયે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વર્ષે અંદાજે 200 વ્હેલ શાર્કનો શિકાર થતો હતો, છેલ્લાં 15 વર્ષમાં શિકારનો એક પણ કેસ નહીં

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
માછીમારો મોંધી જાળ કાપી નાખીને વ્હેલ શાર્ક માછલીઓને મુક્ત કરે છે. - Divya Bhaskar
માછીમારો મોંધી જાળ કાપી નાખીને વ્હેલ શાર્ક માછલીઓને મુક્ત કરે છે.
  • વિશ્વની સૌથી મોટી માછલી વ્હેલ શાર્ક ખોરાક અને બચ્ચાંને જન્મ આપવા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવે છે
  • સાગરખેડૂઓ વ્હેલ શાર્કને વહાલી ગણે છે, કીમતી જાળને કાપીને પણ માછલીને છોડી મૂકે છે

એક સમય હતો કે જ્યારે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો વ્હેલ-શાર્ક માછલીના શિકાર માટે બહુ પંકાયેલો હતો. એક અંદાજ મુજબ, વર્ષે સરેરાશ 200થી વધારે વ્હેલ શાર્કનો શિકાર થતો હતો. આજે વ્હેલ શાર્ક માટે સૌથી સુરક્ષિત વિસ્તાર પણ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો જ છે. સાગરખેડૂની દરિયાદીલીએ આજે વિશ્વની સૌથી મોટી માછલીને ગુજરાતની દીકરી બનાવી દીધી છે.

માછીમારો હવે વ્હેલ શાર્કનો શિકાર નથી કરતા પણ જો વ્હેલ શાર્ક પોતાની જાળમાં ફસાઇ જાય તો જાળને કાપી નાખીને પણ માછલીને છોડી મુકે છે. છેલ્લા 15 વર્ષમાં એકપણ વ્હેલ શાર્કનો શિકાર થયો નથી. આ સમયગાળા દરમિયાન સાગરખેડૂઓ પોતાની જાળમાં ફસાયેલી 800થી પણ વધારે વ્હેલ શાર્કને જાળમાંથી મુક્ત કરી દીધી છે. મોરારીબાપુએ પણ સાગરખેડૂઓને અપીલ કરી હતી કે વ્હેલ શાર્ક તો બચ્ચાંને જન્મ આપવા માટે પોતાના પિયર આવતી દીકરી જેવી છે. દીકરીને થોડી મરાય. તેને બચાવવી જોઇએ. 2001થી આ માછલીના શિકાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

કેમ વ્હેલ શાર્કને ગમે છે ગુજરાતનો કાંઠો?
વ્હેલ શાર્ક માછલી ડિસેમ્બરથી માર્ચ દરમિયાન ગુજરાતના દરિયામાં જોવા મળે છે. ગુજરાતના દરિયાકિનારે ખૂબ સારા પ્રમાણમાં ફાયટોપ્લાંકટોન અને ઝુપ્લાંકટોન (વિવિધ સુક્ષ્મ દરિયાઇ જીવસૃષ્ટિ અને શેવાળ) હોય છે. જે વ્હેલ શાર્ક પોતાના ખોરાક તરીકે વધુ પસંદ કરે છે.

જાળના નુકસાન માટે 25 હજાર સુધીનું વળતર
2004માં જ્યારે વ્હેલ શાર્ક જાળમાં સપડાય ત્યારે વન વિભાગને માહિતી મોકલાતી હતી અને જાળ કાપીને માછલીને મુક્ત કરાતી હતી. 2012થી માછીમારો ખુદ વ્હેલ શાર્કને જાળમાંથી બચાવના ફોટો લઇ વન વિભાગમાં જમા કરાવી શકે છે. તેને રૂ. 25 હજાર સુધીનું વળતર ચૂકવાય છે.

અન્ય સમાચારો પણ છે...