તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૃહરાજ્યમંત્રી માટે પ્રાર્થના:કોરોનાગ્રસ્ત થયેલા પ્રદીપસિંહ જાડેજાના જલ્દી સ્વસ્થ થઈને પરત ફરે તે માટે નીલકંઠ મહાદેવ મંદિર મહાઆરતી કરી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર અને સ્થાનિક કોર્પોરેટર સહિત ભાજપના કાર્યકરોએ આરતીમાં ભાગ લીધો હતો - Divya Bhaskar
અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર અને સ્થાનિક કોર્પોરેટર સહિત ભાજપના કાર્યકરોએ આરતીમાં ભાગ લીધો હતો
 • અસારવામાં નીલકંઠ મહાદેવ મંદિરમાં ભાજપ દ્વારા મહાઆરતીનું આયોજન કર્યું હતું
 • પ્રદીપસિંહ જાડેજા શનિવારે કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ છે.

તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું છે ત્યારે 9 ધારાસભ્યોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. તો સત્ર પૂર્ણ થયા બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતે કોરોના પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી આપી હતી. કોરોના પોઝિટિવ આવતા ગૃહરાજ્યમંત્રી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી જલ્દી કોરોનાથી સ્વસ્થ થાય તે માટે અસારવામાં નીલકંઠ મહાદેવ મંદિરમાં ભાજપ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રદીપસિંહ જાડેજા માટે મહાઆરતીનું આયોજન
ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કોરોના સંક્રમિત થતા તેઓ જલદીથી સ્વસ્થ થાય તે હેતુસર અસારવા વિધાનસભાના ભાજપ પરિવાર દ્વારા પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિરમાં 4 એપ્રિલના રોજ સાંજે 7 કલાકે મહાઆરતીનું આયોજન કરાયું હતું.

પ્રદીપસિંહ જાડેજા કોરોનાને મ્હાત આપી જલ્દીથી સાજા થઈને પરત ફરે તે માટે અસારવાના ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા નીલકંઠ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અસારવા ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમાર અને સ્થાનિક કોર્પોરેટર સહિત ભાજપના કાર્યકરોએ આરતીમાં ભાગ લીધો હતો. આ તમામ લોકોએ મીણબત્તી અને દીવા પ્રગટાવી આરતી ઉતારી હતી અને પ્રદીપસિંહ જાડેજાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

ગૃહરાજ્યમંત્રીના જલ્દી સ્વસ્થ થવા મહાઆરતીનું આયોજન
ગૃહરાજ્યમંત્રીના જલ્દી સ્વસ્થ થવા મહાઆરતીનું આયોજન

સંપર્કમાં આવેલા લોકોને કાળજી લેવા વિનંતી કરી
પ્રદીપસિંહ જાડેજાએ સોશિયલ સાઈટ ટ્વિટર પર ટ્વિટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. સાથે જ તેમણે અપીલ કરી હતી કે, મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવેલો જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે. ડોક્ટરોની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું. મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.

ધારાસભ્યને વિધાનસભા સત્ર દરમિયાન જ કોરોના સંક્રમણ
ગુજરાત વિધાનસભાનું સત્રમાં ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. 23 માર્ચે 5 ધારાસભ્ય સંક્રમિત થતાં વિધાનસભા ગૃહને અલ્ટ્રાવાયોલેટ કિરણો ધરાવતી યુવી લાઈટથી સેનિટાઈઝ કરાયું હતું. આ પ્રકારના સેનિટેશન ગુજરાતમાં પ્રથમ વખત ઉપયોગ થયો હતો. યુવી લાઈટથી કોઈપણ પ્રકારના વાયરસનો ખાત્મો થાય છે અને લાંબો સમય તેની અસર રહે છે. જ્યારે માસ્ક ન પહેરવા બદલ રૂ. 500ના દંડની રકમ વધારીને કરાઈ રૂ.1000 કરવામાં આવી હતી.

'ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021' તાજેતરમાં પ્રદિપસિંહે ગૃહમાં રજૂ કર્યુ હતું
'ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021' તાજેતરમાં પ્રદિપસિંહે ગૃહમાં રજૂ કર્યુ હતું

ચાલુ સત્રમાં સંક્રમિત થયેલા સભ્યો

 1. ઇશ્વરસિહ પટેલ, (મંત્રી)
 2. બાબુભાઈ પટેલ
 3. શૈલેશ મહેતા
 4. મોહનસિંહ ઢોડિયા
 5. પુંજાભાઈ વંશ
 6. નૌશાદ સોલંકી
 7. ભીખાભાઈ બારૈયા
 8. વિજય પટેલ
 9. ભરતજી ઠાકોર

મુખ્યમંત્રી પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે
કોરોના વાયરસની ઝપેટમાં અત્યારસુધી ઘણા નેતાઓ અને મંત્રીઓ આવી ચૂક્યા છે. રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા હતા. જોકે તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ગયા હતા તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ મુખ્યમંત્રીના PA શૈલેશ માંડલિયા પણ કોરોનાગ્રસ્ત થયા હતા.

અત્યાર સુધી કોરોનાગ્રસ્ત થયેલા ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદો

વિજય રૂપાણીમુખ્યમંત્રી
ઈશ્વર પટેલરાજ્યકક્ષાના મંત્રી
બાબુ જમના પટેલધારાસભ્ય
શૈલેશ મહેતાધારાસભ્ય
વિજય પટેલધારાસભ્ય
ભીખા બારૈયાધારાસભ્ય
પુંજા વંશધારાસભ્ય
ભરતજી ઠાકોરધારાસભ્ય
નૌશાદ સોલંકીધારાસભ્ય
કેશુભાઈ પટેલપૂર્વ મુખ્યમંત્રી
હર્ષ સંઘવીધારાસભ્ય
કિશોર ચૌહાણધારાસભ્ય
નિમાબહેન આચાર્યધારાસભ્ય
બલરામ થાવાણીધારાસભ્ય
પૂર્ણેશ મોદીધારાસભ્ય
જગદીશ પંચાલધારાસભ્ય
કેતન ઈનામદારધારાસભ્ય
વી.ડી. ઝાલાવાડિયાધારાસભ્ય
રમણ પાટકરરાજ્યકક્ષાના મંત્રી
પ્રવીણ ઘોઘારીધારાસભ્ય
મધુ શ્રીવાસ્તવધારાસભ્ય
ધર્મેન્દ્રસિંહ જાડેજારાજ્યકક્ષાના મંત્રી
ગોવિંદ પટેલધારાસભ્ય
અરવિંદ રૈયાણીધારાસભ્ય
રાઘવજી પટેલધારાસભ્ય
જયેશ રાદડિયાકેબિનેટ મંત્રી
અમિત શાહકેન્દ્રીય ગૃહમંત્રી
ડો.કિરીટ સોલંકીસંસદસભ્ય
રમેશ ધડુકસંસદસભ્ય
હસમુખ પટેલસંસદસભ્ય
અભય ભારદ્વાજસંસદસભ્ય

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો