નવજીવન મળ્યું:અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર માતા બાળકીને જન્મ આપી બેભાન થઈ, 10 મિનિટમાં જ 108એ પહોંચી સારવાર આપી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
108ની ટીમે તાત્કાલિક માતા અને બાળકીને હોસ્પિટલ ખસેડ્યાં - Divya Bhaskar
108ની ટીમે તાત્કાલિક માતા અને બાળકીને હોસ્પિટલ ખસેડ્યાં
  • માતા અને બાળકીને વધુ સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એક મહિલા બાથરૂમ કરવા ગઈ અને તેણે બાળકીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ માતા બેભાન થઈ ગઈ હતી. જ્યારે તાજી જન્મેલ બાળકી ત્યાં રડતી હતી. આ દરમિયાન રેલવે સ્ટેશનથી કોલ મળતાની સાથે જ 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને માતા તથા બાળકીની પ્રાથમિક સારવાર કરીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી.

108ની ટીમ 10 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી ગઈ
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર 5 પર સવારે 3.30 વાગ્યાના અરસામાં એક મહિલા વોશરૂમ ગઈ હતી. આ દરમિયાન તેમણે એક બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને જન્મ આપ્યા બાદ આ મહિલા બેભાન થઈ ગઈ હતી. જ્યારે બાળકી સભાન અવસ્થામાં હતી અને રડતી હતી. આ ઘટના દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિએ 108ને કોલ કરી સારવાર માટે મદદ માંગી હતી. કોલ મળતાની સાથે જ 108ની ટીમ 10 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ઘટના સ્થળે 108ની ટીમે પ્રાથમિક સારવાર આપી
ત્યાર બાદ માતા અને બાળકની તપાસ કર્યા બાદ તેમને પ્રાથમિક સારવાર અપાઈ હતી. ઘટના સ્થળ પર 108ની ટીમે પહોંચીને ફિઝિશિયન સાથે પરામર્શ કરી માર્ગદર્શન અનુસાર તેની સારવાર કરી હતી. એમ્બ્યુલન્સમાં હાજર EMT ચીરાગ નાયી અને પાયલોટ પ્રકાશ પ્રજાપતિની સતર્કતાથી બન્નેને વધુ સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. હાલ માટે અને બાળકીની હાલત સ્થિર છે અને સારવાર લઈ રહી છે.