ભવિષ્ય માટે તૈયારી:જાસપુર ખાતે રૂ. 100 કરોડના ખર્ચે વોટર પ્લાન્ટ તૈયાર થશે, 2045ની વસ્તીને ધ્યાનમાં રાખી આયોજન

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાંદખેડા, મોટેરા, સાબરમતી, રાણીપના 11 લાખ લોકોની જરૂરિયાત પૂરી કરી શકાશે

રાણીપ, ચાંદખેડા, મોટેરા, સાબરમતી સહિતના વિસ્તારમાં ભવિષ્યમાં પાણીની જરૂરિયાતને ધ્યાને લઇ જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે જ 200 એમએલડીની ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવા માટેના 100 કરોડના કામને મ્યુનિ. વોટર સપ્લાય કમિટિએ મંજુરીની મહોર લગાવી છે. 2045ની વસ્તીને ધ્યાને લઇને આ આયોજન કરવામાં આવ્યું છે.

વોટર સપ્લાય કમિટિના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતુંકે, જાસપુર ખાતે 200 એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. જ્યાં 28.30 મીલીયન લીટર ક્ષમતાંની ભુર્ગભ ટાંકી બનશે. સાથે 600 એમએલડીની ક્ષમતાંનું પંપીગ મશીનરી ઇન્સ્ટોલ કરવામાં આવશે. તેના દ્વારા 30 લાખ લીટરની ક્ષમતાની આ ટાંકી ભરાશે. જ્યાં હાલ 400 એમએલડીની ક્ષમતાનું પંપીગ મશીનરી લગાવાશે. તે સાથે જાસપુરથી વૈષ્ણવદેવી ઓવરહેડ ટાંકી સુધી 2500 મીમી વ્યાસની ટ્રંક મેઇન લાઇન્સ પણ નાંખવામાં આવશે. તેને કારણે આ વિસ્તારના 11 લાખ નાગરીકોને પાણીની સુવિધા વધશે. જાસપુર ખાતે આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે રાજ્ય સરકાર મારફતે 100 કરોડ મળશે.

અન્ય સમાચારો પણ છે...