અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના 1912 નવા કેસ નોંધાયા છે. શહેરમાં 1893 જ્યારે જિલ્લામાં 30 નવા કેસ નોંધાયા છે. જે 7 જાન્યુઆરી બાદ પહેલીવાર 2000થી ઓછા કેસ છે. તેમજ સતત 16માં દિવસે એકપણ મોત થયું નથી. જ્યારે ઓમિક્રોનના કુલ 5 નવા કેસ આવ્યા છે. શહેરમાં 631 અને જિલ્લામાં 24 દર્દી સાજા થયા છે. શહેરમાં છેલ્લે 24 ડિસેમ્બરે એકનું મોત થયું હતું. અત્યાર સુધીમાં કુલ 2 લાખ 56 હજાર 9 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 2 લાખ 38 હજાર 490 દર્દી સાજા થઈ ગયા છે અને મૃત્યુઆંક 3,412 પર સ્થિર છે. શહેરમાં આજે વધુ 21 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે.
151 ઘરના 580 લોકો માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં
શહેરમાં આજે 21 નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે, અને 16 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે પહેલાથી 172 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં હતા. આમ હવે શહેરમાં કુલ 177 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની વાત કરીએ તો 151 મકાનોના 580 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. શહેરમાં સૌથી વધુ ચાંદલોડિયાના ટીવોલી-ગોદરેજ ગાર્ડન સિટીના 48 ઘરોના 114 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે હાટકેશ્વરના નંદનવન પાર્કના 11 ઘરોના 52 લોકો તથા વસ્ત્રાલના ગિરિવર રેસીડેન્સીના 10 મકાનના 60 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુક્યા છે.
તબીબો સહિત 29 ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોનાગ્રસ્ત
સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના એક સિનિયર ડોકટર સાથે સિવિલમાં કોરોના પોઝિટિવ ડોકટર્સનો આંકડો વધીને 15 અને સોલા સિવિલમાં 3 ડોકટર સાથે કુલ 18 ડોકટર્સ તેમજ 4 નર્સ કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે સોલા સિવિલમાં 3 ડોકટર અને 4 હોસ્પિટલ સ્ટાફ મળીને કુલ 7 લોકો કોરોના સંક્રમિત થયા છે.
IIM કેમ્પસમાં 9 દિવસમાં કોરોનાના 805 ટેસ્ટ કરાયા
IIM અમદાવાદ કેમ્પસમાં 1 થી 9 જાન્યુઆરી દરમિયાન 805 લોકોના કોરોના ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 65 લોકો પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવ આવેલા લોકોમાં 28 વિદ્યાર્થીઓ, 6 ફેકલ્ટી અને 14 કમ્યુનિટી મેમ્બરનો સમાવેશ થાય છે. કોરોના પોઝિટિવ આવેલા ફેકલ્ટીમાં 1 ફેકલ્ટી કેમ્પસમાં જ્યારે કે અન્ય 5 ફેકલ્ટી કેમ્પસ બહાર ક્વોરન્ટાઇનમાં છે.
તારીખ મુજબ IIM અમદાવાદમાં આવેલા કેસ
તારીખ | કેસ |
1 જાન્યુઆરી | 5 |
2 જાન્યુઆરી | 5 |
3 જાન્યુઆરી | 5 |
4 જાન્યુઆરી | 2 |
5 જાન્યુઆરી | 6 |
6 જાન્યુઆરી | 15 |
7 જાન્યુઆરી | 11 |
8 જાન્યુઆરી | 10 |
9 જાન્યુઆરી | 6 |
બાળકો માટે ખાસ વોર્ડ તૈયાર કરાયો
શહેરની સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામા આવી છે. શહેરમાં કોરોના સંક્રમિત થનારા બાળકો માટે સિવિલ હોસ્પિટલમાં NICU, PICU અને વેન્ટિલેટર બેડ તૈયાર રાખવામાં આવ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે કરવામાં આવેલી વ્યવસ્થા અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યુ હતુ કે, હાલ સિવિલ હોસ્પિટલમાં કોઈ સંક્રમિત બાળકનો કેસ આવ્યો નથી પણ બાળકો સંક્રમિત થઇ શકે છે તેવી શક્યતાના આધારે અમે અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી છે. બાળકો માટે ખાસ વોર્ડ તૈયાર રાખવામાં આવ્યાં છે. આ સમય બાળકોને સાચવવાનો છે બાળકોને કીટી પાર્ટીમા લઇ જવાનો નથી. બાળકોની આસપાસ રહેતા લોકો જો વેક્સિનેટેડ હશે તો બાળકો સંક્રમિત થવાનો ચાન્સ ઓછો છે.
1લી ડિસેમ્બરથી શહેલમાં આવેલા પોઝિટિવ કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડા
તારીખ | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
1 ડિસેમ્બર | 11 | 0 | 4 |
2 ડિસેમ્બર | 15 | 0 | 8 |
3 ડિસેમ્બર | 15 | 0 | 18 |
4 ડિસેમ્બર | 12 | 0 | 13 |
5 ડિસેમ્બર | 17 | 0 | 10 |
6 ડિસેમ્બર | 10 | 0 | 10 |
7 ડિસેમ્બર | 26 | 0 | 10 |
8 ડિસેમ્બર | 25 | 0 | 4 |
9 ડિસેમ્બર | 13 | 0 | 5 |
10 ડિસેમ્બર | 13 | 0 | 10 |
11 ડિસેમ્બર | 11 | 0 | 11 |
12 ડિસેમ્બર | 10 | 0 | 16 |
13 ડિસેમ્બર | 19 | 0 | 15 |
14 ડિસેમ્બર | 14 | 0 | 13 |
15 ડિસેમ્બર | 8 | 0 | 17 |
16 ડિસેમ્બર | 20 | 0 | 9 |
17 ડિસેમ્બર | 8 | 0 | 25 |
18 ડિસેમ્બર | 14 | 0 | 23 |
19 ડિસેમ્બર | 18 | 0 | 13 |
20 ડિસેમ્બર | 13 | 0 | 17 |
21 ડિસેમ્બર | 33 | 0 | 10 |
22 ડિસેમ્બર | 26 | 0 | 10 |
23 ડિસેમ્બર | 43 | 0 | 18 |
24 ડિસેમ્બર | 32 | 1 | 19 |
25 ડિસેમ્બર | 63 | 0 | 2 |
26 ડિસેમ્બર | 53 | 0 | 20 |
27 ડિસેમ્બર | 100 | 0 | 8 |
28 ડિસેમ્બર | 182 | 0 | 15 |
29 ડિસેમ્બર | 278 | 0 | 18 |
30 ડિસેમ્બર | 278 | 0 | 13 |
31 ડિસેમ્બર | 317 | 0 | 33 |
1 જાન્યુઆરી | 559 | 0 | 28 |
2 જાન્યુઆરી | 404 | 0 | 45 |
3 જાન્યુઆરી | 643 | 0 | 36 |
4 જાન્યુઆરી | 1,314 | 0 | 72 |
5 જાન્યુઆરી | 1,660 | 0 | 62 |
6 જાન્યુઆરી | 1,865 | 0 | 545 |
7 જાન્યુઆરી | 2,311 | 0 | 584 |
8 જાન્યુઆરી | 2567 | 0 | 566 |
9 જાન્યુઆરી | 2519 | 0 | 410 |
10 જાન્યુઆરી | 1912 | 655 | |
કુલ | 17,451 | 1 | 3420 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.