તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના કાર્યાલયમાં કોરોના વિસ્ફોટ, અત્યારસુધી સેક્રેટરી અને કમાન્ડો સહિત સાત લોકો કોરોનાગ્રસ્ત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગૃહરાજ્યમંત્રીના કાર્યાલયની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ગૃહરાજ્યમંત્રીના કાર્યાલયની ફાઈલ તસવીર.
  • ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના કાર્યાલયમાં સેક્રેટરી અને કમાન્ડો સહિત 7 લોકો કોરોનાગ્રસ્ત

તાજેતરમાં જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. હવે તેમના સેક્રેટરી મનોજ પટેલ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ પહેલાં ગઈકાલે જ બે કમાન્ડો પણ કોરોનાગ્રસ્ત થયા હતા. આમ, એક જ કાર્યાલયમાં મંત્રી સહિત કુલ સાત લોકો કોરોનાગ્રસ્ત મળી આવ્યા છે.

ગૃહરાજ્યમંત્રી કોરોનાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં
હાલમાં જ ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું છે ત્યારે 9 ધારાસભ્યોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. તો સત્ર પૂર્ણ થયા બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. તેમણે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતે કોરોના પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી આપી હતી. કોરોના પોઝિટિવ આવતાં ગૃહરાજ્યમંત્રી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા.

સંપર્કમાં આવેલા લોકોને કાળજી લેવા વિનંતી કરી
જાડેજાએ સોશિયલ સાઈટ ટ્વિટર પર ટ્વીટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી, સાથે જ તેમણે અપીલ કરી હતી કે મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતાં ટેસ્ટ કરાવેલો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે. ડોક્ટરોની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું. મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે એની કાળજી લેવા વિનંતી.

ધારાસભ્યને વિધાનસભા સત્ર દરમિયાન જ કોરોના સંક્રમણ
ગુજરાત વિધાનસભાના સત્રમાં ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. 23 માર્ચે 5 ધારાસભ્ય સંક્રમિત થતાં વિધાનસભાગૃહને અલ્ટ્રાવાયોલેટ કિરણો ધરાવતી યુવી લાઈટથી સેનિટાઈઝ કરાયું હતું. આ પ્રકારના સેનિટેશનનો ગુજરાતમાં પ્રથમ વખત ઉપયોગ થયો હતો. યુવી લાઈટથી કોઈપણ પ્રકારના વાયરસનો ખાત્મો થાય છે અને લાંબો સમય એની અસર રહે છે. જ્યારે માસ્ક ન પહેરવા બદલ રૂ. 500ના દંડની રકમ વધારીને રૂ.1000 કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો