67મો પદવીદાન સમારોહ:ગુજરાત વિદ્યાપીઠમાં બંને વર્ષના વિદ્યાર્થીઓને એક સાથે પદવી એનાયત કરાઈ,1665 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

અમદાવાદએક મહિનો પહેલા
ગુજરાત વિદ્યાપીઠમાં કોરોના બાદ પ્રથમવાર ઓફલાઈન પદવીદાન સમારોહ યોજાયો
  • ગત વર્ષે કોરોનાને કારણે પદવીદાન સમારોહ યોજાયો નહતો

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણને કારણે શિક્ષણ પર અસર પડી હતી. જેમાં યુનિવર્સિટીઓમાં પદવીદાન સમારોહ ક્યાંક ઓનલાઇન તો ક્યાંક પાંખી હાજરી સાથે યોજાતો હતો. ત્યારે આજે ઓફલાઈન પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાત વિદ્યાપીઠના અલગ અલગ 9 કેમ્પસમાં એક સાથે જ પદવીદાન સમારોહ યોજાયો હતો.

1665 વિદ્યાર્થીઓએ ભાગ લીધો
ગુજરાત વિદ્યાપીઠમાં આજે 67મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં કુલપતિ ઇલાબેન ભટ્ટ, કુલનાયક રાજેન્દ્ર ખીમાણી અને મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર પંકજ ચંદ્રા હજાર રહ્યા હતા.પદવીદાન સમારોહમાં ગુજરાત વિદ્યાપીઠના ઓનલાઇન અને ઓફલાઈન રીતે 1665 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમને પદવી એનાયત કરવામાં આવી હતી. ગત વર્ષે કોરોનાને કારણે પદવીદાન સમારોહ યોજાયો નહતો. જેથી આ વર્ષે બંને વર્ષના વિદ્યાર્થીઓને એક સાથે પદવી એનાયત કરવામાં આવી હતી.

ઓનલાઈન અને ઓફલાઈન 1665 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
ઓનલાઈન અને ઓફલાઈન 1665 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

કુલપતિ ઈલાબેને વિદ્યાર્થીઓને અહિંસાનો પાઠ ભણાવ્યો
આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ઇલાબેન ભટ્ટે જણાવ્યું હતું કે આજે આપણે અહિંસાની સાચી સમજ ઓળખીએ. આપણે અહિંસાના અભ્યાસને દરેક વિદ્યાશાખામાં જોડવાના છીએ.સમાજ શાસ્ત્રમાં તો હિંસા સમજવાની છે પરંતુ વાણિજ્ય અને વિનિમય શાખામાં પણ હિંસા સમજવાની છે. ઇલાબેને દેશમાં ચાલી રહેલ હિંસાના માહોલની સમજ આપતા અહિંસાનો પાઠ વિદ્યાર્થીઓને ભણાવ્યો હતો.