તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેક ટુ નોર્મલ:કોરોનાની બીજી લહેર બાદ અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની અવરજવર વધી, હાલ 115 સ્પેશ્યલ ટ્રેનો દોડી રહી છે

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ રેલવે સ્ટેશનની તસવીર - Divya Bhaskar
અમદાવાદ રેલવે સ્ટેશનની તસવીર
  • પરિસ્થિતિ સુધરતા રેગ્યુલર ટ્રેનોની ટ્રીપ અમદાવાદ જંકશન પર શરૂ કરાશે
  • હાલ માત્ર સ્પેશિયલ ટ્રેનમાં રિઝર્વેશન ટીકીટથી મુસાફરી કરી શકાય છે

કોરોના મહામારીના કારણે છેલ્લા ઘણાં સમયથી પબ્લિક ટ્રાન્સપોટર્સ પર પ્રતિબંધ મુકાયા હતા. જોકે આ પબ્લિક ટ્રાન્સપોટમાં લોકોની ભીડ ન થાય અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સેવાઓ અમુક સમય સુધી બંધ પણ રહી હતી. જેમાં એસ.ટી બસ, રેલવે, એરપોર્ટ અને લોકલ ટ્રાન્સપોટ આ તમામ સેવામાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જોકે હવે પરિસ્થિતિ સામાન્ય થતા કેટલીક સેવાઓમાં પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે.

રાજ્યના તમામ રેલવે સ્ટેશન પર પસાર થતી ઘણી રેગ્યુલર ટ્રેનો દોઢ વર્ષથી બંધ છે. જેમાં મોટાભાગના નોકરિયાત લોકો અવરજવર કરતા હોય છે. આ મહામારીમાં તે ટ્રેનો બંધ કરવામાં આવી હતી. સામે મુસાફરોની સુવિધા માટે રેલવે વિભાગ દ્વારા કેટલીક સ્પેશિયલ ટ્રેન ચલાવામાં આવી રહી છે. જેમાં તેઓ રિઝર્વેશન વાળી ટીકીટથી મુસાફરી કરી શકે છે. રેગ્યુલર ટ્રેનો બંધ હોવાથી તેના ટીકીટ કાઉન્ટર પણ બંધ રાખવામાં આવ્યા છે. જોકે હવે સ્થિતિ સામાન્ય થતા આ સ્પેશિયલ ટ્રેનોમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી મુસાફરોને કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર ફરી મુસાફરો દેખાયા
રાજ્યમાં પરિસ્થિતિ હવે સામાન્ય થતા પરપ્રાંતિય મજૂર વર્ગના લોકો પણ હવે રાજ્યમાં પાછા આવી રહ્યા છે. જેથી તેઓ ફરીથી તે જગ્યાએ રોજગાર મેળવી શકે. રેલવે સ્ટેશન પર પણ સરકારની ગાઈડલાઇન મુજબ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને હવે લોકો રેલવેના માધ્યમથી મુસાફરી કરવા તરફ વળ્યા છે. છેલ્લા એક મહિનાની સરખામણીમાં હાલ રોજના 30 હજારથી વધારે લોકોનો ઘસારો રેલવે સ્ટેશન પર જોવા મળે છે. રાજ્યનું સૌથી વ્યસ્ત કહેવાતું અમદાવાદ રેલવે સ્ટેશન એક ટાઈમ સુનું પડી ગયું હતું. આજે ફરીથી લોકોની અવરજવરથી પહેલા જેવી જ રેલવે સ્ટેશનની રોનક દેખાઈ રહી છે.

અમદાવાદ રેલવે સ્ટેશન પર ફરી પેસેન્જરો જોવા મળ્યા
અમદાવાદ રેલવે સ્ટેશન પર ફરી પેસેન્જરો જોવા મળ્યા

મુસાફરો માટે રેગ્યુલર ટ્રેનો શરૂ કરાઈ
પશ્ચિમ રેલવેના પ્રવક્તા પ્રદીપ શર્માએ, Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલ ઇન્ડિયન રેલવેના આદેશ મુજબ સ્પેશિયલ ટ્રેનો ચાલી રહી છે અને દિવસે અને દિવસે તેમાં પણ રેલવે વિભાગ વધારો કરી રહ્યું છે. હાલ રેગ્યુલર ટ્રેન ચાલુ કરાઈ નથી. જેથી મુસાફરી કરનારને રિઝર્વેશન ટિકીટ લેવી આવશ્યક છે. રેગ્યુલર ટ્રેનો હાલ ચાલુ નથી. એ અંગે અમને આગળથી સૂચના મળશે પછી ટ્રેન સેવાઓ શરૂ કરીશુ. હાલ અમદાવાદ જંકશન પર તમામ લોકોને વેકસીન મળી રહે તે માટે વેકસીનેશન સેન્ટર ઉભું કરાયું છે.

રેલવે સ્ટેશન પર સ્ટાફનું વેક્સિનેશન
જેમાં મોટાભાગના રેલવેના સ્ટાફ, વેન્ડર, ફેરિયાઓ અને કુલી તમામને વેકસીન આપવામાં આવી રહી છે. સાથે સ્ટેશનના પ્લેટફોર્મ પર માસ્ક અને સેનિટાઈઝર માટે વેન્ડિંગ મશીન લગાવ્યું છે અને સાથે તમામ કોવિડ ગાઈડલાઇનનું પાલન અમે કરી રહ્યા છે. પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય થઈ જશે ત્યારે રેગ્યુલર ટ્રેનો શરૂ કરવામાં આવી શકે છે. પહેલા 156 ટ્રેનો દોડતી હતી અત્યારે 115 જેટલી ટ્રેનો દોડે છે.