ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના દરોડા:એસ્ટ્રલ, રત્નમણીના ચેરમેનના ઘરેથી રૂ. 4 કરોડની જ્વેલરી મળી

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રત્નમણીના 200 કરોડના વ્યવહારો મળ્યા
  • અમદાવાદ અને ગાંધીધામના કેમિકલના વેપારીઓને ત્યાં પણ ITએ દરોડા પાડ્યા

એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની દરોડા કાર્યવાહી ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી. એસ્ટ્રલ પાઇપના ચેરમેન સંદીપ એન્જિનિયર અને રત્નમણિના ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાંથી તપાસમાં 4 કરોડની જ્વેલરી અને પ્રકાશ સંઘવીને ત્યાંથી અત્યાર સુધીમાં અંદાજે રૂ.200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. ઉપરાંત શહેરના મોનાર્ક ગ્રૂપને ત્યાં પણ ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે સર્ચ કર્યું હતું. મોનાર્ક ગ્રૂપના સર્વર, દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.

બીજી તરફ દિલ્હી, અમદાવાદ, ગાંધીધામ સ્થિત કેમિકલના વેપારીઓને ત્યાં પણ દિલ્હીના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા હતા. ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર અંદાજે રૂ. 56 કરોડનું પાડોશી દેશોમાંથી કેમિકલ ખરીદી બીજા દેશમાં તેની ચુકવણી કરી હવાલાથી મોટા પ્રમાણમાં પૈસા ટ્રાન્સફર કરાયા છે. આ કંપનીઓ એક પ્રોફેશનલ ફર્મ દ્વારા મેનેજ કરાય છે. આ પ્રોફેશનલ ફર્મ કંપનીના પટાવાળા, ડ્રાઇવરના નામે બનાવાઈ છે. દરોડામાં 28 કરોડનું બેંક બેલેન્સ, 66 લાખની કેસ મળી છે.

શેર બ્રોકિંગ કંપની મોનાર્ક પર પણ દરોડા
ઇન્કમટેક્સે બુધવારથી નવરંગપુરાની મોનાર્ક સિક્યોરિટી બ્રોકરને ત્યાં તથા તેની અન્ય કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. ઘણા આઈપીઓ, બીટકોઇનમાં તેની ભૂમિકા રહેતા દરોડા પડાયા છે. આ ગ્રૂપે આઈપીઓ લિસ્ટિંગ, શેર લેવેચ, કોમોડિટી, ગોલ્ડ લેવેચમાં રોકાણ કરેલુંં છે. ગ્રૂપની વિદેશમાં કંપનીઓ હોવાથી પૈસાના વ્યવહારો કર્યા હોવાથી તેની પણ તપાસ થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...