અમદાવાદના પોશ એરિયાનો બનાવ:આનંદનગરમાં ITના આસિ. કમિશનરની દીકરી સાથે ઘરઘાટીએ અડપલાં કર્યા, માતાએ ફરિયાદ નોંધાવી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા ઇન્કમટેક્ષ વિભાગના આસિ. કમિશનરની 25 વર્ષીય દીકરીની છેડતીની ઘટના બની છે. યુવતી ઘરે એકલી હતી ત્યારે ઘરઘાટીએ બાથમાં પકડીને છેડતી કરી શારીરિક અડપલાં કર્યા હતા. આ અંગે યુવતીએ તેની માતાને જાણ કરી હતી. આ અંગે આનંદનગર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં 25 વર્ષીય યુવતી તેની માતા અને પિતા સાથે રહે છે. યુવતી પોતે વેપાર કરે છે. તેના પિતા ઇન્કમટેક્ષ વિભાગમાં બહારના રાજ્યમાં આસિ. કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેની માતા શિક્ષણ જગત સાથે જોડાયેલા છે. તેમના ઘરે છેલ્લા પાંચ મહિનાથી એક જગદીશ નામનો ઘરઘાટી ઘરકામ કરે છે. ગત બુધવારે યુવતીના પિતા નોકરી પર હતા, તેની માતા પણ નોકરી પર હતી. આ સમયે ઘરઘાટી સવારે દસ વાગ્યે ઘરકામ કરવા માટે આવ્યો હતો. આ દરમિયાન સાડા દસ વાગ્યાના સુમારે ઘરમાં સાફસફાઇ કરતો હતો. યુવતી સોફા પર ટીવી જોવા માટે બેઠી હતી આ દરમિયાન અચાનક જગદીશે પાસે આવી યુવતીને બાથમાં ભરી લીધી હતી અને શારિરીક અડપલા કર્યા હતા.

યુવતી ગભરાઇ ગઇ હતી અને તેણે જોર જોરથી બુમો પડવા લાગી હતી. જગદીશ સોરી મારાથી ભુલ થઇ ગઇ છે. તમે તમારી માતાને ન જણાવતા તેમ કહીને તે ભાગી ગયો હતો. યુવતી ડરી ગઇ હતી અને તેણે તેની માતા અને પિતાને જાણ કરી હતી. આ અંગે આનંદરનગર પોલીસને જાણ કરતા પોલીસે ઘરઘાટી સામે ગુનો નોધાવ્યો હતો. આ અંગે પોલીસે આરોપીના મોબાઇલ નંબર આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ઘરઘાટીઓનું પોલીસ રજિસ્ટ્રેશન કરાવો અને સાવચેત રહો
પોશ વિસ્તારમાં લોકો ઘરઘાટીઓનું પોલીસ રજીસ્ટ્રેશન કરાવે તો તેઓ નોકરી પર આવતા નથી અને કામ નહી કરીએ તેમ ધમકાવે છે. આમ વૈભવી ઘરના પરિવારના સભ્યોને કામ કરવા વાળા નથી મળતા એટલે તેઓ આ રજીસ્ટ્રેશન કરાવતા નથી અને આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. વારંવાર ઘરઘાટીઓ દ્વારા હત્યા, લૂંટ, બળાત્કાર અને છેડતીના કિસ્સા બને છે તેમ છતાં કામ કરાવવાની લાલચમાં પરિવારના સભ્યો આ કરવાતા નથી અને પછી પસ્તાવાનો વારો આવે છે.

અન્ય સમાચારો પણ છે...