શાળા સંચાલકોની ફરિયાદ:સ્કૂલના સમયે શિક્ષકોને BLOની કામગીરી સોંપાતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોને ચૂંટણી માટે BLO ની કામગીરી સોંપવામાં આવે છે ત્યારે સ્કૂલના સમય દરમિયાન શિક્ષકોને BLO ની કામગીરી સોંપવામાં આવે છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થાય છે જેને લઈને સંચાલક મંડળે DEO ને પત્ર લખીને BLO ની કામગીરી સ્કૂલના સમય દરમિયાન ના સોંપવા જણાવ્યું છે.

સ્કૂલના સમય બાદ અથવા રજામાં BLO ની કામગીરી કરવામાં આવી જોઈએ
અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને જણાવ્યું છે કે, BLOની કામગીરી માટે જ્યારે મિટિંગનું આયોજન કરવામાં આવે છે તે સ્કૂલના સમય દરમિયાન કરવામાં આવે છે. સ્કૂલના સમય દરમિયાન કામગીરી હોવાથી સ્કૂલમાંથી શિક્ષકોને મુક્ત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે શિક્ષકોને જવું પડે છે.

શિક્ષકોને સ્કૂલના સમય દરમિયાન જવું પડતું હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડે છે.મોટા ભાગની સ્કૂલોમાં શૈક્ષણિક સ્ટાફની ઘટ હોવાથી આ સમય દરમિયાન વિદ્યાર્થીઓને છોડી દેવા પડે છે જેના કારણે સ્કૂલ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ થાય છે. જેથી BLO ની કામગીરી સ્કૂલના સમય બાદ કે રજાના દિવસે કરાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...