સુનાવણી:વિધાનસભા ગૃહની ચર્ચા, બિલોને વેબસાઇટ પર મૂકવા કરાયેલી અરજીમાં સરકારને જવાબ રજૂ કરવા આદેશ

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા ગૃહમાં ચાલતી ચર્ચા, કાર્યવાહીને વેબસાઇટ અને ઓનલાઇન મૂકવાની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે, જેની સુનાવણી જસ્ટિસ આર. એમ. છાયાની ખંડપીઠ સમક્ષ ચાલતા ખંડપીઠે સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. વધુ સુનાવણી 8મી માર્ચે હાથ ધરાશે.નીતા દત્તાત્રેય હાર્દિકર અને સિદ્ધાર્થ પાઠકે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે.

તેમના વતી એડવોકેટ બંદીશ સોપારકરે રજૂઆત કરી હતી કે, વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે તેમાં પુછાતા તારાંકિત પ્રશ્નો સહિતની ચર્ચા અને ગતિવિધિ અંગેની માહિતી વેબસાઇટ પર સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરવી જોઇએ. ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ વિધાનસભાને ઇ પ્લેટફોર્મ પર મૂકવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...