તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોહિયાળ જંગ:જેલમાં નમાજ વખતે ગાળો બોલવા મુદ્દે 2 કેદી પર હથિયારો વડે હુમલો

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાબરમતી જેલમાં ફરી એકવાર કેદીઓ વચ્ચે લોહિયાળ જંગ
 • હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત બંને કેદીને હોસ્પિટલ લઈ જવાયા

હાઈ સિકયોરિટી ઝોનમાં આવતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફરી એકવાર કેદીઓ વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો, જેમાં નમાજ વખતે ગાળો બોલી અડચણ પેદા કરવા મુદ્દે 2 કેદીએ અન્ય 2 કેદી પર હુમલો કર્યો હતો.

દાણીલીમડાનો સાદાબ અનવર હકીમ 2018ના એક ખૂન કેસમાં 3 વર્ષથી અને તેનો મિત્ર સમીર યુનુસ કુરેશી 2020ના એક ખૂનના ગુનામાં આઠ માસથી જેલમાં છે. બંનેને જેલમાં સર્કલ-3-1 બેરેકમાં રખાયા હતા. તેમની સાથે શબ્બીર ઉર્ફે સોહેબ જમ્મન રંગરેજ અને તેનો ભાઈ શાહરુખ ઉર્ફે જલેલી જુમ્મન રંગરેજને પણ રખાયા હતા. આ બંને 2019ના વટવાના ખૂન કેસમાં જેલમાં હતા. 22 માર્ચે સાંજે 7 વાગ્યે સાદાબ અને સમીર બેરેક પાસેની લોબીમાં નમાજ અદા કરતા હતા, ત્યારે શબ્બીર ત્યાં કુરાન વાંચતા-વાંચતા ફિરોઝ હનીફ શેખ નામના કેદીને ગાળો બોલતો હતો, જેથી સાદાબે શબ્બીરને કુરાન વાંચતી વખતે ગાળો નહીં બોલવા કહ્યું.

સાદાબ-સમીર રાતે વાતો કરતા હતા ત્યારે શબ્બીરે પતરાનો ટુકડો અને શાહરુખે લાકડું લઈ સાદાબ-સમીર પર હુમલો કર્યો હતો, જેમાં બંને ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત સાદાબ-સમીરને જેલના દવાખાનામાં પ્રાથમિક સારવાર અપાઇ હતી. આ અંગે સાદાબ કુરેશીએ શાહરુખ-શબ્બીર વિરુદ્ધ રાણીપ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પાઇપના ક્લેમ્પ, તૂટેલી થાળીથી હથિયાર બનાવ્યાં
શબ્બીર-શાહરુખ પાસેથી ધારદાર પતરાના 3 ટુકડા મળી આવ્યા હતા, જેમાંથી 2 ટુકડા ટ્યૂબલાઇટના વાયરિંગની પાઈપ ફિટ કરવા લગાવેલા ક્લેમ્પના હતા. જ્યારે 1 ટુકડો જૂની તૂટેલી થાળીનો હતો. આ ત્રણેય પતરાના ટુકડાને સીધા કરીને પથ્થરથી ઘસીને બ્લેડની જેમ ધારદાર બનાવ્યા હતા. સાબરમતી સેન્ટ્રલ જેલમાં લગભગ 9 મહિના પહેલા હાઈ સિક્યોરિટી ઝોનમાં કેદીઓ વચ્ચે ઝઘડો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો