તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:યુથ કોંગ્રેસનો DyCM અને શિક્ષણમંત્રીને પત્ર, ખાનગી કોલેજમાં અધ્યાપક સહાયકોની ભરતીમાં ગુજરાતના ઉમેદવારોને અગ્રીમતા આપો

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ પ્રતિકાત્મક તસવીર છે. - Divya Bhaskar
આ પ્રતિકાત્મક તસવીર છે.
  • કુલ 960 જગ્યાઓ માટે અધ્યાપક સહાયકોની ભરતી ચાલી રહી છે

રાજ્યની બિન સરકારી ગ્રાન્ટેડ કોલેજ માટે અત્યારે 960 જગ્યાઓ પર અધ્યાપક સહાયકની ભરતી ચાલી રહી છે. અધ્યાપક સહાયકની ભરતીમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના ઉમેદવારોએ પણ અરજી કરી હતી. પરંતુ રાજ્યમાં બેરોજગારી છે જેથી રાજ્યના ઉમેદવારોને અગ્રીમતા આપવામાં અને તે બાદ વધતી જગ્યાઓ માટે અન્ય રાજ્યોના ઉમેદવારોને જગ્યા આપવી જોઈએ તેવી માંગણી યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતના ઉમેદવારોને અગ્રીમતા આપવા રજૂઆત
યુથ કોંગ્રેસ દ્વારા શિક્ષણ મંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સચિવને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્ય દ્વારા બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજમાં વિવિધ વિષયોમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં ગુજરાતના ઉમેદવારોને અગ્રીમતા આપવા માંગણી કરવામાં આવી છે. પ્રોવિઝન મેરીટ પણ આપી દેવામાં આવ્યું છે અને હવે કોલેજની ચોઇસ ફિલિંગ પ્રક્રિયા શરૂ કરાશે. અન્ય રાજ્યોના ઉમેદવારોએ પણ અરજી કરી છે જેના કારણે ગુજરાત રાજ્યના ઉમેદવારોને અન્યાય થાય તેમ છે જેથી ગુજરાતના ઉમેદવારોજે અન્ય થાય તે માટે ગુજરાતના ઉમેદવારોને અગ્રીમતા આપવી.કે બાબતે તાત્કાલિક વિચારણા કરીને નિર્ણય લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

યુથ કોંગ્રેસે લખેલો રજૂઆત કરતો પત્ર
યુથ કોંગ્રેસે લખેલો રજૂઆત કરતો પત્ર

કુલ 960 અધ્યાપક સહાયકોની ભરતી
નોંધનીય છે કે ઉચ્ચશિક્ષણ કમિશનર કચેરી દ્વારા ડિસેમ્બર 2019માં બિનસરકારી ગ્રાન્ટેડ કોલેજોમાં 960 અધ્યાપક સહાયકોની ખાલી જગ્યા ભરવા માટેની જાહેરાત આપવામાં આવી હતી. જેમાં સૌથી વધુ 152 ખાલી જગ્યા એકાઉન્ટન્સી અને કોમર્સ વિષયના અધ્યાપકોની હતી અને અંગ્રેજી તથા કેમિસ્ટ્રીમાં 116-116 જગ્યા ખાલી ભરવાની હતી.

કયા વિષયમાં કેટલા અધ્યાપકોની જગ્યા?
અંગ્રેજી 116, ગુજરાતી 46, સાયકોલોજી 28, ફિલોસોફી 2, હિસ્ટ્રી 16, ઇકોનોમિકસ 103, જીઓગ્રાફી 5, સોશિયોલોજી 14, ઇન્ડિયન કલ્ચર 1, પોલિટિકલ સાયન્સ 7, સ્ટેટેસ્ટિકસ 23, એકાઉન્ટન્સી 28, બેન્કિંગ 1, કોમર્સ 20, એકાઉન્ટન્સી એન્ડ કોમર્સ 152, બિઝનેસ મેનેજમેન્ટ2, ટેક્સટાઇલ એન્ડ કલોથિંગ 2, હ્યુમન દેવ 4, કમ્પ્યુટર સાયન્સ 7, બોટની 33, ઝુઓલોજી 6, બાયોલોજી 4, કેમિસ્ટ્રી 116, ફિઝિકસ 64, મેથ્સ 42, માઇક્રોબાયોલોજી 16, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી 3, બાયો કેમિસ્ટ્રી 3, લો 19ની ખાલી જગ્યા ભરાશે. જ્યારે શિક્ષણમાં એટલે કે બી.એડ. કોલેજમાં હિન્દી મેથડ 6, ઇંગ્લીશ મેથડ 10, સંસ્કૃત મેથડ 4, ગુજરાતી મેથડ 7, સોશિયલ સાયન્સ મેથડ 6, સાયન્સ મેથડ 4 અને ફિઝિકલ એજ્યુકેશનમાં 7 ખાલી જગ્યા ભરાશે.