તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્કની બબાલ:પતિ પાસે માસ્કનો દંડ મગાતાં પત્નીએ કહ્યું, હું વકીલ છું, કાયદો ન શીખવાડો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નહેરુનગર પાસે વેપારી, પત્ની-પુત્રી સાથે કારમાં જઈ રહ્યાં હતાં
 • વેપારીએ શ્વાસમાં તકલીફ હોવાનું કહી દવાનો ફોટો બતાવ્યો
 • પોલીસે મેડિકલ સ્ટોર પર જઈને ચેક કરતા શ્વાસની કોઈ દવા ન હોવાનું ખૂલ્યું

નહેરુનગર પાસે વેપારી તેમનાં પત્ની, પુત્રી સાથે કારમાં જઈ રહ્યાં હતાં ત્યારે માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે દંડ માગતાં વેપારીએ કહ્યું કે, મને શ્વાસની તકલીફ છે. પત્નીએ પણ હાઈકોર્ટની વકીલ હોવાનું જણાવી કહ્યું કે, અમને કાયદો ન શીખવાડો.’ આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધ્યો છે.

સેટેલાઈટ પોલીસ સ્ટેશનના એએસઆઈ અમિતભાઈ નરશીભાઈ સ્ટાફ સાથે મંગળવારે સાંજે નહેરુનગર પાસે ફરજ પર હતા ત્યારે પસાર થઈ રહેલી એક કારમાં પાછળની સીટ પર બેઠેલી વ્યક્તિએ માસ્ક પહેર્યું ન હતું, જેથી પોલીસે રોકી 1 હજાર દંડ ભરવાનું કહેતા તે ભાઈએ શ્વાસની તકલીફ હોવાનું કહ્યું હતું. તેમનું નામ પૂછતા તેમણે વિપુલ પંડિત (45, ચંદ્રશીલા સોસાયટી, વાસણા) હોવાનું જણાવ્યું હતુ. તેમણે ફોનમાં દવાના ફોટા બતાવ્યા હતા, જેથી પોલીસે નજીકના મેડિકલ સ્ટોર પર આ ફોટો બતાવ્યા હતા, જેમાં આ દવા શ્વાસની બીમારીની ન હોવાનું જાણવા મળ્યું હતુ. જ્યારે તેમની દીકરી મીમાંસા પોલીસની કાર્યવાહીનું ફોનમાં રેકોર્ડિંગ કરી રહી હતી. તેમનાં પત્ની વર્ષાબહેને કહ્યું કે, હું હાઈકોર્ટમાં વકીલ છું, તમે અમને કાયદો ન શીખવો. સેટેલાઈટ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો