તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Asking About The Nationwide Strike Of Traders, Housing In Protest Of GST Loopholes, The BJP MLA Said: 'You Have Eaten; You Have To Pay The Debt. '

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:GSTની આંટીઘૂંટીઓના વિરોધમાં વેપારીઓની દેશવ્યાપી હડતાળ, આવાસો અંગે પૂછતાં ભાજપના MLA ભડક્યા કહ્યું: 'તમે ખાધું છે; તમારે ઋણ ચૂકવવું પડશે'

અમદાવાદ2 મહિનો પહેલા

નમસ્કાર!

સુરત મનપાની ચૂંટણીમાં આપને 27 સીટ મળતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવશે, રોડ શો કરી જાહેર સભા સંબોધશે. પંચાયતો અને પાલિકાઓ ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થશે, હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરવા એડીચોટીનું જોર લગાવશે.... ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ51,039.31+257.62
ડોલરરૂ.72.42+0.09
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ48,200-400

આ 4 ઘટના પર રહેશે નજર
1) 3 વર્ષે પણ GSTની આંટીઘૂટીઓ ન ઉકેલાતા વેપારીઓની દેશવ્યાપી હડતાળ, ટ્રાન્સપોર્ટર્સ પણ હડતાળના સમર્થનમાં ચક્કજામ કરશે.
2) સુરત મનપાની ચૂંટણીમાં આપને 27 સીટ મળતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવશે, રોડ શો કરી જાહેર સભા સંબોધશે.
3) પંચાયતો અને પાલિકાઓ ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થશે, હવે ઉમેદવારો ડોર ટૂ ડોર પ્રચાર કરવા એડીચોટીનું જોર લગાવશે.
4) અમદાવાદનો આજે સ્થાપના દિવસ, આ સાથે શહેરની સ્થાપનાનાં 610 વર્ષ પુરા થયા.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) નાગરિકે આવાસો અંગે પૂછતાં ભાજપના MLA ભડક્યા કહ્યું: 'અહીંથી નીકળી જા; તમે અનાજ ખાધું છે; તમારે ઋણ ચૂકવવું પડશે'
છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવીનો મતદારોને ધમકાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં અભેસિંહ તડવી મતદારોને અવાજ બંધ કરાવતા કહે છે કે અનાજ આવ્યું છે અને તમે ખાધું છે, એટલે ઋણ ચૂકવવું પડશે અને મત નહીં મળે તો મને ફેર પડવાનો નથી.
વાંચો સમાચાર વિગતવાર

2) નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર કાળાબજારીઓ એક્ટિવ, 300ની ટિકિટનું 500માં વેચાણ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયા-ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે.મેચ શરૂ થયાના ગણતરીના સમય પહેલાં જ સ્ટેડિયમ બહાર અનેક લોકોની ભીડ ઊમટી છે. હાલ સ્ટેડિયમમાં મળતી ઓફ્લાઈન ટિકિટનું વેચાણ બંધ છે અને માત્ર ઓનલાઇન ટિકિટ જ મળે છે, જેમાં ઓનલાઇન ટિકિટ લીધા બાદ પણ ટિકિટ લેવા સ્ટેડિયમથી દૂર જવું પડે છે. ત્યારે સ્થિતિનો કાળાબજારીઓ લાભ લઈ 300 રૂપિયાની ટિકિટ 500 રૂપિયામાં વેચતા જોવા મળ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

3) જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદારોને લેવા જતાં યુવકોનો બગોદરા પાસે અકસ્માત, 3નાં ઘટનાસ્થળે મોત, 5 ઇજાગ્રસ્ત
બગોદરા હાઈવે પર મોડી રાતે તૂફાન ગાડી એક ટ્રકની પાછળ ઘૂસી જતાં તૂફાન ગાડીમાં સવાર ત્રણ લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. પાંચ લોકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

4) સુરતના પાંડેસરાની પરિણીતા પર ચાલુ લક્ઝરી બસમાં દુષ્કર્મ, ભાવનગર જતા સ્લિપિંગ કોચમાં ચપ્પુ બતાવી પડોશીએ લાજ લૂંટી
સુરતના પાંડેસરા ગોવાલક રોડ વિસ્તારમાં રહેતી અને ચાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતી 35 વર્ષીય મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહિલાના પડોશીએ ભાવનગરમાં રહેતા તેના પતિને મળવા માટે લઈ જવાનું કહી ચાલુ લકઝરી બસના સ્લિપિંગ કોચમાં ચપ્પુ બતાવી તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

5) ભાજપના નેતાએ એક ઉમેદવારનો વિદેશી ગર્લ સાથેના ડાન્સનો વીડિયો શેર કર્યો, કહ્યું-મને સાચો લાગ્યો એટલે ગ્રુપમાં નાખ્યો
ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકાની ચૂંટણીને આડે માત્ર 4 દિવસ બાકી રહ્યા છે ત્યારે મહુવામાં રાજકીય ગરમાવો આવ્યો છે. નગરપાલિકાની ચૂંટણી લડતા અશોક વાઢેરનો વીડિયો વાઇરલ થયો છે, વાઇરલ થયેલા વીડિયોમાં ઉમેદવાર વિદેશી ડાન્સર સાથે ડાન્સ કરતો જોવા મળે છે, જોકે વીડિયોની DivyaBhaskar પુષ્ટિ કરતું નથી. આ વીડિયો શહેર ભાજપ પ્રમુખે ગ્રૂપમાં શેર કર્યો હોવાની વાત સ્વીકારી હતી.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો