ઠગાઇ:કેનેડાની વર્ક પરમિટ અપાવાનું કહી રૂ. 1.18 લાખની છેતરપિંડી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મણિનગર પોલીસમાં પાટણના યુવક સામે ગુનો

મણિનગરના યુવકને કેનેડાની વર્કવિઝા પરમિટ અપાવવાનું કહી પ્રોસેસ પેટે 1.18 લાખ લઈ ઠગાઈ કરાતા મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મણિનગરના શેલ કોમ્પેલેક્સમાં રહેતા 34 વર્ષીય પ્રતીક પટેલને કેનેડા જવાનું હોવાથી વર્કવિઝા માટે તપાસ કરતા મણિનગરમાં આવેલા પી. એમ. પી. સેમસંગ ઇલેકટ્રોનિક્સ શો રૂમમાં મનીષ પટેલ સાથે ઓળખાણ થતાં તેમણે મનીષને કેનેડાની વર્કવિઝા પરમિટ માટે વાત કરતા મનીષે વિઝા પ્રોસેસ પેટે પ્રતીક પાસેથી 27 સપ્ટેમ્બરના રોજ 1.18 લાખની માગણી કરી હતી. પ્રતીકે મનીષના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. થોડા સમય પછી પ્રતીકે ફોનથી પરમિટ અંગે વાત કરતાં મનીષ જવાબ આપતો નહોતો. એક વર્ષથી પરમિટ નહીં આપી 1.18 લાખ પરત ન આપી ઠગાઇ કરતા પ્રતીકે મનીષ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...